હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શેઠ કે. બી. વકીલ હાઈસ્કૂલ માં વિના મુલ્યે મેગા હેલ્થ ચેકઅપ યોજાયો. તા.02-10-2022 ને રવિવારે ક્યૂરા હોસ્પિટલ અમદાવાદ આયોજિ, રોટરી ક્લબ ઓફ રાધનપુર સદભાવના સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રામસેવા સમિતિ રાધનપુર ના સહયોગ થી રાધનપુર ની કે.બી.વકીલ હાઈસ્કૂલ ના વિના મુલ્યે મેગા હેલ્થ ચેક અપ યોજાયો હતો. જેમાં 650 જેટલાં લાભાર્થીઓ નો 20 જેટલા ડોકટરો દ્વારા ફેફસા, કિડની, હૃદય, ડાયાબિટીસ, હાડકા ની ખામી, લોહી ની ઉણપ તથા અન્ય બીમારીઓ નુ નિદાન ફ્રી માં કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર