બોટાદમાં “પોષણ માહ”ની ઉમંગભેર ઉજવણી: પોષણક્ષમ આહાર વિશે માહિતી આપવા માટે ધાન્યની રંગોળી બનાવાઈ

સહી પોષણ, દેશ રોશન

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં પોષણક્ષમ આહાર વિશે જાગૃત્તિ આવે તે માટે આઈ.સી.ડી.એસ શાખા દ્વારા અલગ અલગ માહિતીસભર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આંગણવાડી બહેનો, તેડાગર બહેનો તેમજ કિશોરીઓ દ્વારા વિવિધ ધાન્યોનો ઉપયોગ કરી રંગોળી તૈયાર કરવામાં આવી હતી. બાળકો, સગર્ભા અને ધાત્રીમાતા તેમજ વાલીઓમાં પોષણ અંગે જાગૃતતા આવે તેવા હેતુસર વિવિધ પ્રકારની રંગોળીઓ બનાવીને પોષણક્ષમ આહાર વિશે માહિતી આપવામાં આવી રહી છે.

રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ

Related posts

Leave a Comment