ભાભર માં ગત રોજ વિજળી પડતા ભેંસ અને ગાય નુ મૃત્યુ થયું

બનાસકાંઠા, ભાભર

ચોમાસા ના લાંબા વિરામ બાદ આજે બફારા અને ઉકળાટ વચ્ચે મેઘરાજા એ એન્ટ્રી કરી હતી જેમાં ભાભર માં ગત રોજ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ભાભર તાલુકાના બેડા ગામે એક ભેસ ઉપર વિજળી પડતા મોત ને ભેટી હતી. જ્યારે બાજુમાં આવેલા ભાભર તાલુકા ના તેતરવા ગામે પણ વિજળી પડી હતી જેમાં ગાય નુ મૃત્યુ થયું હતું .

આમ ભાભર વિસ્તાર ના બંને ગામોના ખેડૂતો ને બે પશુઓ ના કમકમાટી ભર્યા મોત નીપજ્તા પશુપાલકો માં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment