સુરતની ૧૯ વર્ષીય નાગપુરે સિલ્કીએ બાજી મારી, એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાનું લક્ષ્યાંક

હિન્દ ન્યુઝ, સુરત

છેલ્લાં ૧૨ વર્ષથી ૫ થી ૬ કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરે છે

                         ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધામાં સુરતની ૧૯ વર્ષીય નાગપુરે સિલ્કીએ બાજી મારી છે. આ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી સિલ્કીએ ૦૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં આદ્રીથી વેરાવળ બંદર સુધીનું ૧૬ નોટિકલ માઈલનું અંતર કાપ્યું હતું. સિલ્કી કહે છે કે, હવે આગામી સમયમાં એશિયન ગેમ્સમાં મેડલ મેળવવાના લક્ષ્યાંક સાથે મહેનત કરી રહી છે, ત્યારબાદ ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું પણ મારું લક્ષ્ય છે. સ્વીમીંગમાં છેલ્લા ૧૨ વર્ષથી પ્રૅક્ટિસ કરી રહી છું.

નિયમિત પણે દરરોજ પાંચથી છ કલાક જેટલું સ્વિમિંગ કરું છું. તેમણે ઉમેર્યું કે, પોતાના બહેન ચાર વખત આ સ્પર્ધાના ચેમ્પિયન રહ્યા છે પરંતુ પીએસઆઇની પરીક્ષા હોવાથી આ વખતે ભાગ નથી લઈ શક્યા. સિલ્કી કહે છે કે આ સફળતાની પાછળ મારા માતા-પિતા નોંધપાત્ર યોગદાન છે. જે તે સમયે મારા પિતા સ્પોર્ટસમાં આગળ વધવા માંગતા હતા. પરંતુ સંજોગોવસાત સ્પોર્ટ્સમાં આગળ વધવાનું સ્વપ્ન સાકાર થઈ શક્યું ન હતું. પરંતુ આજે મારા મમ્મી પપ્પા મને ખૂબ સપોર્ટ કરે છે. કદાચ કોઈ સ્પર્ધામાં મેડલ આવે કે, ના આવે તો પણ તેઓ સતત મને સપોર્ટ કરી રહ્યા છે. આમ, હું પણ મારા પિતાનું સ્વપ્ન સાકાર તનતોડ મહેનત કરી રહી છું. આ તકે સિલ્કીએ પોતાના કોચ પરેશ સારંગ અને ધવલ સારંગનો આભાર વ્યક્ત કર્યો હતો. સિલ્કીએ આ સ્પર્ધામાં ભાગ લેવા પહેલા દસ દિવસના કેમ્પમાં ભાગ લીધો હતો જેમાં સારું પ્રદર્શન કર્યા બાદ આ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી.

 

Related posts

Leave a Comment