હિન્દ ન્યુઝ, સુરત
૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતના અનિકેત પટેલે ચોરવાડથી વેરાવળ બંદર સુધીનુ ૨૧ નોટીકલ માઈલનું અંતર ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં કાપી મેદાન માર્યું છે. ત્રીજી વખત આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલ અનિકેત કહે છે કે, નિરાશ થયા વગર સતત મહેનત કરતા રહેવુ જોઈએ. એક દિવસ અચૂક સફળતા મળે છે. હું છેલ્લાં ઘણાં સમયથી મારા કોચ શ્રી વિનોદ સારંગીના માર્ગદર્શન હેઠળ સ્વીમીંગની પ્રક્ટીસ કરી રહ્યો હતો. અનિકેત કહે છે કે, દરેક ખેલાડી-સ્વીમરનુ સ્વપ્ન હોય છે કે, પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કરે, તેમ મારૂ પણ ભારત તરફથી રમવાનુ સ્વપ્ન છે. અને તેને સાકાર કરવા માટે અથાગ મહેનત પણ કરી રહ્યો છું.

