હિન્દ ન્યુઝ, અમદાવાદ
સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહીછે જેના ભાગરૂપે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India” થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાત સરકારે 26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર, 2021 દરમિયાન “નદી મહોત્સવ” ઉજવવાનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમમાં – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ત્રીજા દિવસે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોગ-પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હળવી કસરત, પ્રાણાયામ, સૂર્ય નમકાર, થાઈરોડ-વજન ઉતારવા સંદર્ભની કસરત, વિવિધ પ્રકારના આસન, પિરામીડ આકારના આસન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુવા વિકાસ અધિકારી બળદેવભાઇ તથા અધિકારીઓ અને યોગવીરો ઉપસ્થિત રહ્યા હતા.