હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ જલારામ મંદિરે છોટે જલારામ દિવંગત પરમ પૂજ્ય શ્રી હરિરામ બાપાના રવિવારે 88 માં જન્મદિને રવિવારે સવાર થી રામ ધૂન અખંડ રામાયણ પાઠ સાથે ધમધમાટ શરૂ થયો હતો. ભૂખ્યાને ભોજન અને રામનામની આહલેક જગાડનાર પૂજ્ય બાપાના આ જન્મદિને તેમનાં અનેક સેવકો તન મન ધનથી જહેમત ઉઠાવી રહ્યાં છે અને ભાવિકો પૂજન માટે આવી રહ્યાં છે. હરિરામ બાપાનો જન્મ ૧૯૩૪ ની છઠ્ઠી સપ્ટેમ્બરે જસદણમાં થયો હતો પણ તેમણે નાગપુરને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમની પ્રેરણાથી જ નાગપુરના જલારામ મંદિરનો વિકાસ થયો. એ માધ્યમથી જ અનેક સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ધોરણ10 સુધી ભણ્યા છતાં સેવાભાવ ખૂબ જ. હરિરામ બાપાને બીજા જલારામ કે છોટે જલારામ કહેવામાં આવતા એનું કારણ એ હતું કે તેમના અને જલારામ બાપાના ગુરુ એક જ ગુરુદેવ ભોજલરામ હતા. પ્રભુને યાદ રાખો અને ગરીબોને જમાડોનો જે સિદ્ધાંત જલારામ બાપાનો હતો એ જ સિદ્ધાંતને તેઓ અનુસરતા હતા ભજન અને ભોજન માટે તેઓ સર્વત્ર પ્રસિદ્ધ થયા હતા. તેઓ યુવાનીમાં પરિવાર સાથે નાગપુર શિફ્ટ થયા બાદ મંદિરની બહાર ભિક્ષા માગતા ગરીબો માટે સાઇકલ પર અન્નદાન માટે જતા. એક દિવસ તેમની સાઇકલ ચોરાઈ જવાથી તેમણે એક જ જગ્યાએથી અન્નદાન કરવાનો નિર્ણય લીધો. તેમનાં કારણે જસદણ નાગપુર અને આટકોટ માં છેલ્લાં ચાલીસ વર્ષથી હજ્જારોની સંખ્યામાં ભૂખ્યાને ભોજના અને અખંડ રામધૂન ચાલી રહી છે. હરિરામ બાપાનો દેહવિલય 28 ડિસેમ્બર 2014 ના રોજ થયેલ હતો.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ