મોડાસાના ભામાશા હોલ ખાતે શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, મોડાસા

અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારંભ કાર્યકમ પ, સપ્ટેમ્બરે ગુજરાત રાજયના બિન અનામત વર્ગોના અયોગના ઉપાધ્યાક્ષ રશ્મિભાઇ પંડયાના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં મ.લા ગાંધી કોલેજ કેમ્પસ ભામશા હોલ મોડાસા યોજવામાં આવ્યો. આ પ્રસંગે રશ્મિભાઇ પંડયાએ પ્રાસંગિક પ્રવચનમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા.સર્વપલ્લી રાધાકૃષ્ણનને જન્મ જયંતીએ તેમને યાદ કરતાં જેમણે સંસ્કાર અને સિંચન કરી દેશની પ્રગતિ માટે વિધાર્થીઓને તૈયાર કર્યા છે તેમને આજે ભારત દેશમાં શિક્ષણ ક્ષંત્રે શિક્ષકોએ જ્ઞાનની ગંગા સતત વહેતી રાખી છે. શિક્ષકો જ્ઞાનના સ્ત્રોતને ગામડાના છેવાડા વિસ્તાર સુધી પંહોચાડ્યું છે. તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં જ્ઞાનના દિપને પ્રજ્જવલિત કરવાના યજ્ઞની વાત કરતા જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરીને દિકરીઓના ડ્રોપ આઉટ રેશિયાને ઘટાડ્યો છે. જયારે ગુણોત્સવ થકી શિક્ષણમાં ગુણાત્મક પરીવર્તન લાવ્યા છે. જેમાં શાળામાં ખૂટતી ભૌતિક સુવિધાઓ સજ્જ કરી છે. શાળામાં કમ્પ્યૂટર લેબનું નિર્માણ કરીને આધુનિક શિક્ષણની પ્રણાલીની રાજ્ય સરકારે શરૂ કરી છે. આવા કોરાના મહામારીમાં પણ વિધાર્થીઓનો અભ્યાસ બગડયો નથી ઓનલાઇન શિક્ષણ અને શેરીઓમાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખી બાળકોને અભ્યાસ પ્રત્યે પુરતુ ધ્યાન આપી તેમની ફરજ તેમને અદા કરી જે ખરેખર પ્રસંસાપાત્ર છે એમ પણ તેમને જણાવ્યુ હતુ જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ શિક્ષકની વાત કરતા જણાવ્યું હતું કે, શિક્ષકના વાણી, વર્તન અને આચરણ વિધાર્થીઓ કરે છે શિક્ષકો દ્વારા અપાતુ મૂલ્યવર્ધિત શિક્ષણ થકી નયા ભારતની આધારશિલાનું નિર્માણ થઇ શકે, સારા શિક્ષક અભ્યાસ કરાવે છે અને શિક્ષક અભ્યાસને વર્ણવે અને શ્રેષ્ઠ શિક્ષક બાળકને પ્રેરણા આપે છે. શિક્ષક થકી જ સમાજનો વિકાસ થઇ શકશે, એથી શિક્ષકોનું સમાજમાં યોગદાન મહત્વનું છે. અરવલ્લી જિલ્લામાં તેમજ ઉત્તર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શિક્ષકો પ્રભાવશાળી હોવાની છાપને વખાણી હતી તથા જે શિક્ષકોને સન્માન આપવામાં આવી રહયું છે અને જે બાકીરહી ગયેલ છે તે પણ તમામ આ રીતે સન્માનવા લાયક બને તે માટેનું પુરતુ માર્ગદર્શન આપ્યું હતુ. વધુમાં કલેકટરએ તેમના કોલેજ જીવનની અભ્યાસની પણ વાત કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લાના ૦૪ શિક્ષકોને અને તાલુકાકક્ષાના ૧૦ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોનું પરિતોષિક- પ્રશસ્તિપત્ર આપીઅધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે સન્માનવામાં આવ્યા અને ૮૩૨ પ્રતિભાશાળી વિધાર્થીઓનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતું. પરિતોષિક મેળવી શ્રેષ્ઠશિક્ષકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, મોડાસા પ્રાંત અધિકારી મયંક પટેલ, કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઇ મોદી, અરવલ્લી જિલ્લા ઉપપ્રમુખ કનુભાઇ મનાત, શિક્ષણ સમિતિના ચેરમેનરમેશભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી મતી ગાયત્રીબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ અધિકારીઓ અને શિક્ષકમિત્રો ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Related posts

Leave a Comment