મા યોજનાના ૧૦મા વર્ષમાં સફળતાપૂર્ણ પ્રવેશ રાજ્યના કોઇપણ નાગરિકનું પૈસા કે સારવારના અભાવે મૃત્યુ ન થાય એજ અમારો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

હિન્દ ન્યુઝ,

મા યોજના હેઠળ ૨૭૦૦ થી વધુ બિમારીઓ આવરી લઇ વિનામૂલ્યે સારવાર ‘‘મા’’– મા વાત્સલ્ય યોજનાનુ PMJAY-મા યોજનામાં એકત્રીકરણ, પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ, રાજ્યના ૩૫ લાખથી વધુ પરિવારોને રૂા.૫૨૦૦/-થી વધુ રકમની વિના મૂ્લ્યે સારવાર પૂરી પડાઇ, બાલસખા યોજના અને ચિરંજીવી યોજનાનો PMJAY માં સમાવેશ, રાજ્યની ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિવિધ સારવાર ઉપલબ્ધ, ખાનગી હોસ્પિટલોની સારવારનું બીલ રાજ્ય સરકાર ચૂકવે છે, વિમા કંપની સાથે MOU : ૧૪૧૫ કરોડનું પ્રીમીયમ નાગરિકો વતી રાજ્ય સરકાર ચૂકવે છે, આ યોજના હેઠળ રાજયના નાગરિકોને કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો તથા ઓર્થોપેડિક સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ન્યુરોસર્જરી, ડાયાલિસિસ જેવી અનેક પ્રકારની સારવાર વિનામૂલ્યે પુરી પડાઈ રહી છે. કોરોનાના કપરાકાળમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવા બદલ રાજ્યના તમામ આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, “મા” અને “મા વાત્સલ્ય યોજના કાર્ડ”ના દશાબ્દી વર્ષની ગાધીનગર ખાતે ઉજવણી.

Related posts

Leave a Comment