જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, અરવલ્લી

અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઇ. બેઠકમાં બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા માલપુર-બાયડમાં બંધ થયેલા એસ.ટી.ના રૂટ પુનઃ કાર્યરત, તાલુકામાં જ્યોતિ ગ્રામ યોજનાથી વંચિત ગામોમાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ફાળવવા તથા પુરવઠા નિગમના ગોડાઉન તાલુકા કક્ષાએ ચાલુ કરવા અંગેના પ્રશ્નો રજુ કર્યા હતા જેને કલેક્ટરએ તાકીદે નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણે પ્રશ્ન રજુ કર્યા હતા. બેઠકના બીજા ભાગમાં લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીને સુચનો આપતા જણાવ્યું હતુ કે ગ્રામ્યકક્ષાએ આવતા અરજદારો સાથે સૌજન્ય ભર્યુ વર્તન દાખવુ. આ ઉપરાંત બેઠકમાં તાબાની કચેરીઓનું નિરીક્ષણ, સરકારી લેણાની વસુલાત, પ્રજાના પ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે મોડાસાના ભામાશા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં તમામ અધિકારીઓને ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. આ બેઠક દરમ્યાન સરકારી કચેરીઓને ધુમ્રપાન નિષેધ તમાકુ મુક્ત કરવા વિશેષ કાર્યવાહી હાથ ધરવા માટેનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યુ હતુ.
જિલ્લાની આંતરીક કચેરીઓના સંકલનની ચર્ચા કરતા કોરોના રસીકરણથી કોઇ અધિકારી – કર્મચારી કે અન્ય નાગરીક વંચિત ન રહી જાય તે માટે ખાસ ડ્રાઇવ યોજવા ની ચર્ચા કરી હતી તેમજ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કચેરીઓને નલ સે જલ અતર્ગત વિનામુલ્યે નળ જોડાણ આપવાની બાબતે ચર્ચા થઇ હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક દાવેરા, આદિજાતિ પ્રોજેક્ટ નિયામક મુનિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ, અરવલ્લી

Related posts

Leave a Comment