વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ (હળવું), સ્પર્ધા જિલ્લા કક્ષાની સ્પર્ધા ૨૭ ઓગષ્ટ, ૨૦૨૧ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ રાજય કક્ષાની સ્પર્ધા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ યોજાશે

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા

મુખ્યમંત્રી દ્વારા હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા “MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. જે અંતર્ગત, કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીઓની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ (હળવું) સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. જેમાં જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે જેમાં ૬ વર્ષ થી ૧૪ વર્ષ સુધીનાં, ૧૫ વર્ષ થી ૨૦ વર્ષ સુધીનાં, ૨૧ વર્ષ થી ૫૯ વર્ષ સુધીનાં તેમજ ૬૦ વર્ષથી ઉપરનાં ઓપન વય જુથમાં ભાગ લઈ શકશે. ઉકત સ્પર્ધાની વિડીયો કલીપ તૈયાર કરી(વિડીયોમાં પોતાનું નામ, સરનામું, સ્કુલનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસનો ઉલ્લેખ કરવો) અને સાથે ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તેમજ બેંકપાસબુકની ઝેરોક્ષ જોડી તા :- ૧૫/૦૯/૨૦૨૧ બપોર ૧૨:૦૦કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા ખાતે મોકલી આપવાનું રહેશે. ઉલ્‍લેખનીય છે કે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂ.૭૫૦/- તૃતિય વિજેતાને રૂ.૫૦૦/- ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. તેમજ રાજયકક્ષાની સ્પર્ધામાં ૧૦ વિજેતા કાલાકારોની પસંદગી કરવામાં આવશે. તેઓ પૈકિ પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/-, દ્વિતિય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તૃતિય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઈનામો અને બાકિનાં અન્ય ૭ વિજેતા કલાકારોને રૂ.૫૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી, વિ.એન.ચૌધરી :- ૯૯૦૯૧૮૦૦૫૭ અને બી.એન.પરમાર :- ૯૯૭૯૩૬૭૦૫૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

Leave a Comment