ભાવનગર જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ કાર્યક્રમ સંદર્ભે આવતીકાલે થશે વિકાસ દિનની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે.
જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કાર્યક્રમનાં સાતમા દિવસે એટલે કે તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ વિકાસ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોતીબાગ ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ચેરમેન પંકજભાઇ ભટ્ટના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.

વિકાસ દિન નિમિત્તે ભાવનગરનાં વિવિધ તાલુકાના ૩૬૦ આવાસોનુ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. જે પૈકી ૧૦ લાભાર્થીઓને પ્રતીકાત્મક રૂપે ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં હુકમ એનાયત કરવામાં આવશે, તો અન્ય લાભાર્થીઓને તાલુકા કક્ષાએથી હુકમો એનાયત થશે. આમ, માત્ર એક જ દિવસમાં ભાવનગરના ૩૬૦ આવાસ ધારક પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થશે.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા જાહેર જનતાના પરિવહન માટે બી.એસ.સી. નોર્મ-૬ હેઠળની કુલ રૂ.૧૨૫ લાખના સુપર એક્સપ્રેસ છ નવી બસોને ફ્લેગ ઓફનો કાર્યક્રમ યોજાશે. સાથે જ માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ.૪૨૦૧.૫૦ લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. “નલ સે જલ” યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના ભાવનગર જિલ્લાના કુલ ૨૩ ગામોના રૂ.૩૮૯ લાખના કામોના ખાતમુહૂર્ત યોજાશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી 

Related posts

Leave a Comment