રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે વકૃત્વ અને લોકગીત સ્પર્ધાઓનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં આ હેતુને સૂચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા સંયુક્ત રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓ બે વયજુથમાં યોજાનાર છે જેમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી ઉપરની વયજુથ ધરાવતા કલાકારો ભાગ લઈ શકશે. જેની જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખીને ગણવાની રહેશે.

આ સ્પર્ધાની વિડીયો ક્લિપ નિયમોનુસાર સ્પર્ધાકે પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર તથા ઇ-મેઈલ એડ્રેસ, શાળાનું નામ, સરનામું વગેરે બાબતોનો ઉલ્લેખ વિડિયોમાં કરવાનો રહેશે. વિડીયો તૈયાર કરી તેની સાથે આધારકાર્ડ/ ચુટણીકાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ તેમજ બેન્ક પાસબૂકની નકલ સાથે તા.૦૭/૦૮/૨૦૨૧ થી તા.૧૮/૦૮/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતી કરવાની રહેશે.અને વકતૃત્વ સ્પર્ધાનો વિષય “રાષ્ટ્રીય શાયર સ્વ ઝવેરચંદ મેઘાણી” રહેશે.

સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ.૫૦૦/- ઈનામ આપવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment