ખેડા જિલ્લાના માતર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની મિટિંગ રાખવામાં આવી

હિન્દ ન્યુઝ, ખેડા 

      તાલુકા લેવલે ગામે ગામ ફરીને સંગઠન ને નવો ઓપ આપવા તથા ગામના યુવાનો ને જોડી કોંગ્રેસ વિચારધારા કેવી રીતે ફરીથી 2022 માં વિધાનસભા માં જીતે અને રાજ્યના કલ્યાણ માટે કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરે, તે અંગે પ્રદેશ માંથી આવેલ નરેશભાઈ રાવલે (માજી ગૃહ મંત્રી ગુજરાત) અને ખેડા જિલ્લા પ્રદેશ પ્રતિનિધિ અતુલભાઈ પટેલે ઊંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યું. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલાએ કાર્યકરોમાં ઉત્સાહ પુરી ફરીથી મેદાનમાં આવવા હાકલ કરી. અમુલ ડેરી ડિરેક્ટર સંજયભાઈ પટેલ, મહેમદાવાદ માજી ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, કાલિદાસભાઈ પરમાર, જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી સુધાબેન ચૌહાણ, નેતા વિપક્ષ બાબુભાઇ સોલંકી સહિત અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ મોંઘવારી વિરોધ મા આવેદન પત્ર આપવામાં આવ્યું કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધતા પેટ્રોલ પ્રતિ લિટરે સો રૂપિયા પહોંચ્યું છે. મોંઘવારીના વિરોધમાં માતર કોંગ્રેસ પરિવારે વિરોધ પ્રદર્શન કર્યું. જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ખૂબ મોટી મોંઘવારી ફાટી નીકળી છે. પેટ્રોલ-ડીઝલ ગેસની બાટલા અને અન્યજીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાન માં છે. આ સંદર્ભે મોંઘવારીના વિરોધમાં માતર કોંગ્રેસ સમિતિ તરફથી માર્કેટયાર્ડ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી. નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું. આ કાર્યક્રમમાં ખૂબજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ પ્રતિનિધિઓ એ કોરોના મહામારીના કારણે અવસાન પામેલ કાર્યકરો ના કુટુંબીજનો ને મળીને શાંતત્વ આપ્યું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ માંથી નરેશભાઈ રાવલ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ એમ ઝાલા અમૂલ ડેરીના ડિરેક્ટર સંજયભાઈ પટેલ ગૌતમભાઈ ચૌહાણ ખેડા જિલ્લા પ્રભારી અતુલભાઇ પટેલ કાલિદાસ પરમાર માતર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ સોલંકી સંજયભાઇ રાવલ ખેડા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા બાબુભાઈ રૂમાલ ખેડા જિલ્લા મહિલા પ્રમુખ સુધાબેન ચૌહાણ સર્જન બેન કાળીદાસ પરમાર ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment