માંગરોળ પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત અપૂરતા વરસાદ ને કારણે ખેડૂતો ના જીવ ચોટયા તાળવે

હિન્દ ન્યુઝ, માંગરોળ 

માંગરોળ ગ્રામ્ય વિસ્તારોમાં ઓરવણુ કરીને મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે મેઘરાજા રૂઠતા ખેડૂતો ચિંતાતુર બન્યા….

   માંગરોળ પંથકમાં વાવાઝોડા સાથે આવેલાં વરસાદ અને સમયસર વરસાદ પડવાના એંધાણનાં આશરે ખેડૂતો એ ઓરવણુ કરીને મગફળીનું વાવેતર કરી દિધું છે ત્યારે ભીમ અગિયારસ આસપાસ સમગ્ર વિસ્તારમાં વરસાદ થયો પરંતુ માંગરોળ આસપાસના વિસ્તારોમાં મેઘરાજા રૂઠતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતાં જગતનો તાત ચિંતિતછે ત્યારે વહેલાસર મેઘસવારી આવી પહોંચે એની રાહ જોઇ રહ્યા છે માંગરોળ આસપાસના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની કોઈ યોજના ન હોવાથી આ વિસ્તારના ખેડૂતો કુવા,બોર અને વરસાદ આધારિત ખેતીકામ કરતા હોય છે ત્યારે સમયસર પુરતાં પ્રમાણમાં વરસાદ આવે તો જ પશુઓ માટે ઘાસચારો અને સોળ આની પાક મેળવી શકે એવું છે. માંગરોળ પંથકના ખેતીની ઉપજ પર માંગરોળ શહેરના વેપાર ધંધાનો મદાર હોય છે ત્યારે કોરોના મહામારી વચ્ચે છેલ્લાં દોઢ વર્ષથી વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે ખેતીક્ષેત્રે સારી ઉપજ થાય એ આશાએ વેપારીઓ પણ આશાવાદી છે. માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી પ્રથમ રાઉન્ડનો વરસાદ આવેલ નથી જેથી ખેત મજૂરો પણ વરસાદ આવે તો ખેતીકામમાં ખેતમજૂરી કરી શકે એવી આશાએ રાહ જોઈ રહ્યા છે.

   અમુક ખેડુતોએ કુવા અને બોરના પાણીથી આગોતરી મગફળીનું પંદરથી વીસ દિવસ પહેલાં વાવેતર કર્યું છે પણ ચોમાસાની શરૂઆતના અડધા મહીના બાદ પણ વાવણી લાયક વરસાદ ન થતાં કુવાઓ અને બોરમાં પાણી ખુટવાની તૈયારીમાં હોય જો થોડા દિવસોમાં વરસાદ નહી થાય તો ખેતરમાં ઉભેલી આગોતરી મગફળી પણ પાણીના અભાવે મુરજાઈ જાશે અને ખેડુતોએ વાવેલ મોઘાભાવનું બિયારણ નિષ્ફળ જશે અને ફરીથી મગફળીનું વાવેતર કરવાની નોબત આવે તો ખેડુતોએ ફરીથી મોઘાભાવનું બિયારણ ખરીદવું બનશે છેલ્લાં બે વર્ષથી ભીમ અગિયારસ આજુબાજુના દિવસોમાં વાવણી લાયક વરસાદ થયો હતો તે આશાએ અનેક ખેડુતોએ આગોતરી મગફળીનું વાવેતર કરી દિધુ છે. ત્યારે જગતના તાતને ખુશ કરવા જગતનો માલિક કૃપા કયારે કરશે તેની ખેડુતો રાહ જોઈ રહ્યા છે.

રિપોર્ટર : સોયબ જેઠવા, માંગરોળ 

Related posts

Leave a Comment