લાખણી ના કુંડા થી કોટડા ગામે જોડતો રસ્તા પર ટ્રેક્ટર નું ટાયર ફુટતા ટ્રેકટર રોડ થી નીચે ધરસાયુ

હિન્દ ન્યુઝ, લાખણી 

    કુંડા થી કોટડા જોડતો રસ્તા પર ટ્રેક્ટર નું ટાયર ફુટતા રોડની સાઈડમાં નિચાણવાળા ભાગમાં દિવાલ કામ ન હોવાથી ટ્રેક્ટર પલ્ટી ગયુ.સ્થાનિક લોકો ના જામ્યા ટોળેટોળા
સ્થાનિક લોકો નું કહેવુ છે, કે જો હવેથી વાહનો પલ્ટી મારવાનું ચાલું થઈ ગયું તો હજુ તો રોડનું કામ પુરું થયું નથીં નિચાણવાળા ભાગ માં દિવાલ કામ થાય તેવી સ્થાનિક લોકો ની માંગ ઉઠી છે. 
જો રોડ ની સાઈડ બાંધ કામ અથવા દિવાલ નું બાંધકામ નહીં થાય તો આવાં અકસ્માત થશે તો કોણ જવાબદાર ? તંત્ર ની આળસ, કૌભાંડ, બેદરકારી ને લિધે રોડનું કાચું કામ છે. 
સ્થાનિક લોકો નું કહેવુ છે કે આજે તો ટ્રેક્ટર પલ્ટી ગયું છે અને ડ્રાઈવર નો જીવ સદનસીબે બચ્યો છે અને મોટી ગાડી પલ્ટી મારે તો સ્થાનિક લોકો ને પણ નુકસાન થઈ શકે છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment