RTE Act-2009 અંતર્ગત શરૂ થનાર RTE પ્રવેશ પ્રકિયા ૨૦૨૧-૨૨ માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ:૨૦ર૧-૨૨માં તા.૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ સુધી http://rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાના થતા નથી. વધુમાં ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ સ્વચ્છ અને સ્પષ્ટ જોઈ શકાય તે રીતે સ્કેન કરી અપલોડ કરવા, તથા ફોર્મ ભરતી વખતે ભાવનગર ગ્રામ્યની શાળાઓ પસંદ કરવા જિલ્લા તરીકે ભાવનગર ગ્રામ્ય પસંદ કરવાનું રહેશે.

વધુમાં સમગ્ર પ્રવેશ પ્રકિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ઉભી થાય અથવા અનાધિકૃત પ્રવૃત્તિ થતી હોવાનું માલુમ પડે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી – જિલ્લા પંચાયત ભાવનગર હેલ્પ લાઈન નંબર (૦૨૭૮)-૨૫૨૩૫૮૨ (સવારે ૧૧:૦૦ થી ૬:૦૦ રજાના દિવસો સિવાય) નો સંપર્ક કરી ખરાઈ કરવી. અને તાલુકા કક્ષાએ પણ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવેલ છે તો ત્યાં પણ રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી શકાશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment