ખાનગી બાતમી ના આધારે દિયોદર ના લવાણા ગામે કરિયાણાની દુકાન માંથી કિં.રૂ. 2000/- ના પ્રતિબંધિત દવાના જથ્થા ઝડપાયો

હિન્દ ન્યુઝ, દિયોદર

   જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગળ બનાસકાંઠા, પાલનપુર નાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઔષધો અને માદક દ્રવ્યોનુ વેચાણ અટકાવવા અને આવા પદાર્થનુ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અંતર્ગત કરવામાં આવી હતી તેમજ પી. એચ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર નાઓના માર્ગદર્શન હેઠળ સૂચના આપવામાં આવી હતી.

સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.સ. ચૌધરી શિહોરી તથા એચ.પી.દેસાઈ પો.સબ.ઇન્સ દિયોદર તથા સ્ટાફના અ. હેડ.કોન્સ હીરાભાઈ રામાભાઈ, નાનજીભાઈ ઉકાભાઇ, વશરામભાઇ રગાભાઈ, મહાદેવભાઈ જીવાભાઈ, દલસંગજી કેશાજી દિયોદર પો.સ્ટેશન તથા પો.કો. વિક્રમસિંહ ઉદેસિંહ સી.પી.આઇ કચેરી શિહોરી, પ્રકાશભાઈ સી.પી.આઇ કચેરી શિહોરી વિગેરે નાઓ ચોક્કસ બાતમી આધારે લાખણી તાલુકાના લવાણા ગામમાં રહેતા આરોપી-નવીનભાઈ દલપતરામ ઠક્કર વાળાની લવાણા ગામમાં આવેલ પોતાના કબ્જા-ભોગવટાની કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત દવાનો જથ્થો (ગોળીઓ) કિં.રૂ.2000/- નો વગર પાસપરમીટે અને ગે.કા. રીતે દવા નો જથ્થો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપી હાજર મળી આવેલ હોઈ તેના વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે આવી નસેલી દવાઓ નું વેચાણ થઈ રહ્યું છે. જો તપાસ કરવામાં આવે તો મોટા પાયે નસેલી પ્રદાર્થ મળી આવે એમ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment