ભાવનગર જિલ્લામાં સુપર સ્પ્રેડરોને વેક્સિન પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર

                  રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કોવિડ ૧૯ ની તાજેતરની સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ આગામી તા. ૨૬-૦૬-૨૦૨૧ સુધીના સમયગાળા માટે નિયંત્રણ અમલમાં મુકવામાં આવેલ છે. જે ધ્યાને લઇ કોવિડ ૧૯ ના સંક્રમણ અને અટકાયતના પગલાના ભાગરૂપે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં એવા વ્યક્તિઓ કે જ્યાંથી કોવિડ ૧૯ સંક્રમણ ના ફેલાવો થાય એવી સંભાવના હોય તેથી તેમનો ડેટાબેઝ તૈયાર કરી કે લોકોને વેક્સિનેશન માટે પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી જણાઇ રહ્યું છે. જેમાં શાકભાજીના છૂટક તથા જથ્થાબંધ વિક્રેતા, હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં કામ કરતાં તમામ સ્ટાફ, ખાણીપીણીની લારીઓ ગલ્લા વાળા તમામ વેપારીઓ તથા સ્ટાફ, રીક્ષા અને ટેક્ષી-કેબ વાળા ભાડે ફરતા વાહનોના ડ્રાઈવર તેમજ ક્લીનર, પાનના ગલ્લાવાળા, ચાની કીટલી વાળા, દુકાનવાળા વેપારીઓ તેમજ દૂધવાળાઓ, હેર સલૂન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતાં તમામ સ્ટાફ, ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાર્ડ તથા સ્ટાફ ખાનગી/સરકારી/ મંડળીઓ/ કો-ઓપરેટિવ બેન્કના તમામ સ્ટાફ, સ્વરોજગાર મેળવતા કાર્યકરો જેવા કે સુથાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ટેક્નિશિયન વગેરે, શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં વેચાણ કરતા તમામ વેપારીઓ, જિલ્લાના તમામ પેટ્રોલ પંપના તમામ સ્ટાફ, જિલ્લાના તમામ રેશનશોપ ડિલર અને મધ્યાહન ભોજન યોજનાના તમામ સંચાલકો તેમજ જિલ્લાના તમામ ઉદ્યોગગૃહોના સ્ટાફ અને તેમના કામદારો સહિતના તમામ વ્યક્તિઓ તથા જાહેર જનતા સાથે સીધા સંપર્કમાં આવતા વ્યક્તિઓનો ભાવનગર મહાનગરપાલિકા અને નગરપાલીકાઓમાં વોર્ડ વાઇઝ તેમજ ગ્રામ્ય કક્ષાએ ગામ વાઇઝ દિવસ ૭ મા ડેટાબેઝ તૈયાર કરી આ વ્યક્તિઓના વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપી તમામ લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment