ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો અને ફળ, શાકભાજી-ફુલપાકો, કૃષિ પેદાશોનું વેંચાણ કરતા કે લારીધારકોનો જાણવા જોગ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો તથા ફળ, શાકભાજી-ફુલપાકો અને નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેંચાણ કરતા, હાટ બજારમાં વેંચાણ કરતા કે પાથરણા કે લારીથી વેંચાણ કરે છે તેના માટે બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રી/શેડકવર પુરૂ પાડવા આઇ-ખેડૂત પોર્ટલ તા. ૧૫/૦૭/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવહુડ મિશન દ્વારા ઇસ્યુ કરાયેલ નાશવંત કૃષિ પેદાશોનું છુટકમાં વેંચાણ કરતા હોવાનું ઓળખકાર્ડ જમા કરાવવુ ફરજીયાત રહેશે. તેમજ ગ્રામ્યકક્ષાએ જે તે સેજા હેઠળના ગ્રામ સેવક દ્વારા ગામમાં/ ગામની સીમમાં/ ગામની નજીકના રોડ સાઇડ ઉપર શાકભાજીનુ છુટક વેંચાણ પાથરણા/ લારીથી કરે છે તેની ખરાઇ અંગેનો દાખલો, રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. ઉપરાંત સમયમર્યાદામા ઓનલાઇન અરજીની નકલ તથા જરૂરી સાધનીક પુરાવાઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા-૧, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરાવવા એક યાદીમાં જણાવાયું છે.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment