આંબોલી ગામનો છેલ્લા છ વર્ષ થી અટવાયેલો વિકાસ

હિન્દ ન્યૂઝ, સુરત

     સુરત જીલ્લા ના કામરેજ તાલુકા ના આંબોલી ગામના સર્કલ થી એસ્સાર પેટ્રોલ પંપ થઈને નેશનલ હાઈવે ને મળતા રોડની છેલ્લા છ વર્ષ થી હાલત કફોડી છે. આ બાબતે આંબોલી ની સ્થાનીક જનતાએ કામરેજ ના ધારાસભ્ય અને તંત્ર ને પણ વારંવાર રજુઆતો કરેલ. અત્યારે જે ખરાબ રોડ છે તે પ્રાઈવેટ માલીકી નો છે. જ્યારે નેશનલ હાઈવે બનતો હતો ત્યારે માલ સામાન ફેરવવા અને મુસાફરી ડાયવર્ઝન માટે ભાડા પટ્ટે આપવામાં આવેલ હતો અને જે ઓરીજનલ રોડ હતો તેના પર ઝુપડ પટ્ટી હતી તેમજ દર્ગા અને મંદિર હતુ તો તંત્ર દ્વારા જણાવાયું હતું કે આ રોડ પરથી કોલોની અને દર્ગા અને મંદિર હટે તો જ તે રોડ બની શકે. તેમના કહેવા પ્રમાણે આંબોલી ના આગેવાનો એ સાથે મળીને આ દબાણ ત્યાંથી હટાવી લેવામાં આવ્યુ. તેને પણ આજે બે વર્ષ વિતી ગયા છે. પરંતુ હજુ ધારાસભ્ય અને તંત્ર ને આ રોડ ઉપર ચાલતી જનતાની મુશ્કેલીઓ સમજાતી નથી. આ રોડ નો ઉપયોગ કઠોર, આંબોલી અને ખોલવડ ની જનતા કરી રહી છે. અને છેલ્લા છ વર્ષ થી આ ખાડા ટેકરા વાળા રોડ થી હેરાન થાય છે. તેમ છતા તંત્ર અને બીજેપી ના ધારાસભ્ય હજુ ગાઢ નિંદ્રામાં સુતેલા છે. આજરોજ આમ આદમી પાર્ટી કામરેજ તાલુકા પ્રમુખ રોહિત જાની તેમજ સુરત જીલ્લા ઉપ પ્રમુખ ચતુરભાઈ ઘીયાડ તેમજ સુરત જીલ્લા મહા મંત્રી અનિલભાઈ અગ્રાવત ને આ બાબતે સ્થાનિક લોકો તેમજ આમ આદમી પાર્ટી ના આંબોલી બેઠક પરથી ચુંટાયેલા સદસ્ય હારુન ભાઈ અગવાન તેમજ અ.રસીદ ભાઈ માજોઠી અને સુરત જીલ્લા મહા મંત્રી અજીતભાઈ અગવાન એ સ્થાનિક લોકોને સાથે રાખી જાણ કરતા સ્થળ ઉપર જઈ તપાસ કરી હતી અને સ્થાનિક લોકોનો આ બિસ્માર રસ્તા વિશે અભિપ્રાય જાણ્યા હતો.
આ પ્રેસનોટ સાથે મુકવામાં આવેલ વિડીયો આજ સવારનો છે અને ગઈ રાત્રે જે વરસાદી ઝાપટું પડતાં આ રોડની આવી સ્થિતિ છે તો વિચારો કે આખા ચોમાસા દરમિયાન કેવિ સ્થિતિ ઉદભવશે. આવી ગંદી રાજનીતિ નો શિકાર ત્રણ ગામોની જનતા બની રહી છે. આ સમસ્યા નો તાત્કાલિક નિકાલ આવે અને બેફામ ટેક્સ ચુકવતી જનતાના પૈસા ગજવે નાખવાને બદલે તેને સારી સુવિધા આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment