જસદણ શહેરમાં આવેલ સાંદિપની સ્કુલ માં આરોગ્ય વિભાગ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વેક્સિન ના કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, જસદણ

તા.4.6.2021ને શુક્રવારે ના રોજ રાજ્ય સરકાર દ્વારા કોરોના ની રસી ૧૮ થી ૪૪ વર્ષ વ્યક્તિને આપવા માટે નું આયોજન કરવામાં આવેલ. જેના ભાગરૂપે જસદણ શહેરમાં આવેલ સાંદિપની સ્કુલ માં આરોગ્ય વિભાગ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વેક્સિન ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં જસદણ કોવીડ રસીકરણ અભિયાન ના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ તેમજ નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, પૂર્વ પ્રમુખ જીગ્નેશ ભાઈ હિરપરા, શહેર ભાજપ મહામંત્રી ભરતભાઇ, b.b.c. સંજયભાઈ સખીયા, સાંદિપની સ્કૂલ વાળા તેમજ
જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિ નિધિ પરેશભાઈ રાદડિયા તેમજ ડો.ધવલ ગોસાય ડો.અફઝલ, જીતુભાઇ, ભરતભાઇ તેમજ આરોગ્યની ટીમ દ્વાર યુવાનો ને વેક્સીન આપવા માટે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલો મુકેલ. જેમાં ખાસ રસી કરણ કેમ્પ ના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ ના પુત્ર જયભાઈ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય પરેશભાઈ રાદડિયા ના પુત્ર ને પણ સરકાર ના નિયમો અને ગાઇડ લાઈન મૂજબ બને રાજકીય આગેવાનોના સંતાનોને વેકસીન આપીને એક લોકજાગૃતિનું કાર્ય કરવામાં આવેલ અને આજે યુવાનો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને સ્વેચ્છાએ ખૂબ જ ઉત્સાહથી વેકસીન લીધેલી.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment