ભાવનગર તાલુકાના અધેવાડા જળાશય વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવાં અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલુ વર્ષ-૨૦૨૧ના ચોમાસા ઋતુ દરમ્યાન ભાવનગર વિસ્તારના અધેવાડા આર.આર. જળાશય યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૧૮.૭૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.) સુધી પાણી ભરાવાની શક્યતા છે.

આથી, આ પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરવાસમાં જળાશય વિસ્તારમાં ખેતી તેમજ અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. તેમજ ઢોર-ઢાંખરને પણ આ વિસ્તારથી દૂર રાખવાં તથા આ યોજનાની હેઠવાસના અધેવાડા, માલણકા, તરસમિયા ગામના લોકોને ભારે પૂર વખતે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામા આવેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment