નડિયાદ જેલની કેન્ટીન વિભાગમાંથી ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસણી કરી “ઇટ રાઇટ કેમ્પસ” સર્ટીફીકેટ આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નડિયાદ

    જેલખાતાના વડા અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન.રાવ (ips)નાઓના સીધા માર્ગદર્શન અને પ્રેરણાથી રાજ્યની જેલોમાં બંદીવાનોને આપવામાં આવતા ભોજન તથા કેન્ટીન સવલતની ખાદ્યચીજોની ગુણવતા પ્રત્યે સતત કાળજી રાખવા બદલ તેમજ નડીયાદ જિલ્લા જેલના અધિક્ષક બી.કે.હાડા અને જેલર બી.એસ.પરમારનાઓના સતત સુપર વિઝનની પરિણામ સ્વરૂપ food safety and authority of india, ગાંધીનગર તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખેડા- નડિયાદના અધિકારીઓ દ્રારા તા. ૨૨-૦૯-૨૦૨૦ના રોજ રૂબરૂ નડિયાદ જિલ્લા જેલની વિઝીટ લઇ જેલના રસોડા વિભાગ તેમજ કેન્ટીન વિભાગમાંથી ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસણી કરી સર્ટીફીકેટ આપવામાં આવેલ છે. જેમાં નડિયાદ જિલ્લા જેલ ખાતે બંદીવાનોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા ખુબ સારી હોવાથી 4 star રેટીંગ આપવામાં આવેલ છે અને તે અંગેનું “ઇટ રાઇટ કેમ્પસ” સર્ટીફીકેટ આપવામાં આવેલ છે. તેમ અધિક પોલીસ મહાનિર્દેશકની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment