નડિયાદ મા આવેલ ખેતા તળાવ મા થઈ રહેલ બોગસ કામ અને ભ્રસ્ટાચાર શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભાઈ ભટ્ટ એ નાદિયાદ ના ધારાસભ્ય નુ ધ્યાન દોરયું

હિન્દ ન્યૂઝ, નડિયાદ

     ખેડા જિલ્લા મા આવેલ નડિયાદ ખાતે આવેલ ખેતા તળાવ મા ત્રણ વર્ષ પેહલા કરવામાં આવેલ બ્યૂ્ટીફીકેશન મા એકદમ જ બ્લોકકાઢી અને ટાઈલ્સ નાખવાનું કાર્ય લોક મુખે ચર્ચાતા નડિયાદ શહેર કોંગ્રેસ ની ટીમે મુલાકાત લેતા ત્યાં કરેલા કામ મા ભ્રસ્ટાચાર જોવા મળીયો હતો, તે દરમ્યાન નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેતા તળાવ પર આવતા ત્યાં થઈ રહેલ બોગસ કામ તેમને કોંગ્રેસ ની ટીમ દ્વારા બતાવતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ એ કોન્ટ્રાક્ટર ને ત્યાં જ ખખડાવી અને સારુ કામ કરાવવાની કોંગ્રેસ ના પ્રમુખ હાર્દિક ભાઈ ભટ્ટ ને જાણવ્યું હતું. આ સાથે ટાઇલ્સ નાખવાના બદલે તૂટી ગયેલા બ્લોક નવા કરી કામ સરખું થાય તેવી કોંગ્રેસ પ્રમુખ ને બાંહેધરી આપવામાં આવી હતી અને સાથે સાથે શહેર પ્રમુખ હાર્દિક ભાઈ ભટ્ટ એ જણાવેલું કે કામ સરખું પુરુ થશે ત્યારે પણ અમો અમારી ટીમ સાથે ફરી થી મુલાકાત લઈ શુ અને કોઈ પણ ક્ષતી દેખાશે તો અમે વિરોધ કરીશુ અને ખરાબ કામ થયેલ હોઈ તેવું દરેક કોન્ટ્રાક્ટર ને બ્લેક લીસ્ટ કરવાની પણ જાણ કરી છે. નડિયાદ મા ટૂંક સમય મા આવનાર વરસાદ ના પ્રિ-મોન્સૂન પ્લાન અંગે પણ ધારાસભ્ય સાથે ચર્ચા કરેલ હતી અને નડીઆદ શહેર ના મરીડા રોડ, વાણીયાવાડ સર્કલ થી કિડની હોસ્પિટલ સુધી નો રોડ જે થોડાક જ સમય પેહલા બનેલો છે પણ સરખો થયેલ નથી અને સરદાર બ્રીજ થી પીપલગ સુધી નો રોડ જે રોડ તૂટી ગયો છે તે દરેક દરેક રોડ સરખા કરી અને ચોમાસા મા લોકો ને તકલીફ ના પડે તેની પણ હાર્દિક ભાઈ ભટ્ટ એ ધારાસભ્ય સાથે ચર્ચા ઓ કરી હતી.

આ સાથે નડિયાદ કોંગ્રેસ ના સાથીદારો હાજર હતા, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેશ દેસાઈ, વૈભવ સિંહ છાસસઠીયા, જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી એસ. કે. બારોટ, વિજય ચૌહાણ, ગોકુલ શાહ નડિયાદ શહેર મ્યુન્સિપલ કાઉન્સિલર, જિલ્લા મંત્રી જીતુભાઈ રાજ, રજનીભાઇ દવે સંગઠન મંત્રી અંત્રિક્ષ મેહતા પ્રકાશભાઈ રાવ મૃદુલ બ્રહ્મભટ્ટ અને શેખ કાકા તથા લીગલ સેલ ના વાઇસ ચેરમેન ગીરીશભાઈ સોલંકી અને વકીલ કલ્પેશભાઈ પ્રજાપતિ વગેરે હાજર હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment