દિયોદર પોલીસ સ્ટેશન ના અપહરણ ના ગુનામા છેલ્લા 33 વર્ષથી નાસતા ફરતા આરોપી બનાસકાંઠા એલ.સી.બી. ના હાથે ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી તથા અ.પો.કોંન્સ. અમરસિંહ તથા દશરથભાઈ ની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.40/1988 IPC. કલમ 366 મુજબ ના ગુનાનો નાસતો ફરતો આરોપી કરશનજી ઉફે (રામાભાઇ) કાળાજી કોળી(ઠાકોર) મુળ રહે.ભાણખોર.તા.વાવ..ગુનો બનેલ તેવખતે રહે.મોજરુ જુના .તા.દિયોદર હાલ રહે.બાલવા.તા.કલોલ. જિલ્લો.ગાંધીનગર વાળો બાલવા તા.કલોલ. જિલ્લો.ગાંધીનગર રહે તો હોવાની બાતમી આઘારે સદરે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દિયોદર પોલીસ સ્ટેશન સોપેલ છે. અને આગળ ની કાર્યવાહી દિયોદર પોલીસ કરી રહી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment