કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિયોદર તાલુકાના ગામો માં કોવિડ 19 જન જાગ્રુતિ રથ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

     દિયોદર તાલુકા માં કોરોના ના કેસો નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે એક બાજુ અલગ અલગ પ્રકાર ની સંસ્થા ઓ લોકોને જન જાગૃતિ માટે આગળ આવી રહી છે ત્યારે આજ રોજ દિયોદર ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધ્વારા દિયોદર તાલુકાના ગામો માં અલગ અલગ પ્રકાર ના બેનર લગાવી લોકો ને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. આજ રોજ દિયોદર શાળા નંબર 2 ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના રથ ને લીલી ઝંડી આપી ઓપનીગ કરવામાં આવ્યું હતું. આ વિભા સંસ્થા અમેરિકા, શિક્ષણા ફાઉન્ડેશન બેંગ્લોર અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના તમામ ગામોમાં કોવિડ 19 સપોર્ટ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામોમાં ગરીબ, વંચિત પરિવારોને માસ્ક, સાબુ, સેનિટાઈઝર, ઓક્સીમીટર અને રેશન કિટનું વિતરણ કરવામાં આવશે. તમામ ગામોમાં લોક જાગૃતિ અભિયાન દ્વારા સમુદાયના લોકોને કોવિડ 19 અંગેની માહિતી દ્વારા જાગૃતિનું કામ કરવામાં આવશે. તમામ ગામોમાં પોસ્ટર દ્વારા પ્રસાર અને પ્રચાર દ્વારા લોકોને માહિતી, ડેમો આપવામાં આવશે. આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન નરસિંહભાઈ રબારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસુમતીબેન, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બ્રિજેશ વ્યાસ, વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ નરેશભાઇ પંચાલ, દિયોદર ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ, અમૃતજી ભાટી તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા કોરડીનેટર દિનેશભાઇ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમ ની માહિતી આપી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment