અરબી સમુદ્ર થી કચ્છ તરફ ફંટાઈ રહેલા તૌકેત ચક્રવાત સામે પશ્ચિમ કચ્છ વહીવટી તંત્ર ને એલર્ટ કરાયું 

હિન્દ ન્યૂઝ, અભડાસા (કચ્છ)

    અરબી સમુદ્ર થી કચ્છ તરફ ફંટાઈ રહેલા તૌકેત વાવાઝોડા સામે સતર્ક રહેવા પશ્ચિમ કચ્છ વહીવટી તંત્ર દ્વારા તાકીદ ના પગલા લેવા એલર્ટ થયું હતું.
પ્રધ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય,૦૧-અબડાસા) એ આજરોજ અરબી સમુદ્રમાં કચ્છ તરફ આગળ વધી રહેલા સંભવિત તૌકેત ચક્રવાતની કુદરતી આફત સામે દરેક પરિસ્થિતિમાં પહોંચી વળવા અને સજ્જ રહેવા મામલતદાર કચેરી અબડાસા મધ્યે પોલીસવિભાગ , પાણી પુરવઠા, વિજ વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના વહીવટીતંત્ર સાથે માન.કલેકટર-કચ્છ શ્રીમતિ પ્રવિણા ડી. કે.નાં અઘ્યક્ષસ્થાને યોજાયેલી વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત રહીને દરેક વિભાગના અધિકારીઓને સંકલનમાં રહીને લોકોને મુશ્કેલી ન પડે તે અંગે જરૂરી સૂચનાઓ આપી તેમજ દરિયાઈ કાંઠા વિસ્તારના ગામડાઓ તેમજ જખૌ બંદરની મુલાકાત લઈને સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા અપીલ કરી અને આ કુદરતી આફતનો સામનો કરવા વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવા વિનંતી કરી હતી અને માછીમાર સંગઠનના હુસેન સંઘાર, ઉમર ઇશાક વાઘેર સાથે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ જે બોટો પાછી નથી આવી તે અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન જયદીપસિંહ જાડેજા(મહામંત્રીશ્રી,અબડાસા ભાજપ), મૂળરાજભાઈ ગઢવી (પૂર્વ પ્રમુખ, અબડાસા તા.પં.) મહાવીરસિંહ જાડેજા (સદસ્ય,તા.પં.), નરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ ,યુવા ભાજપ અબ.), સાલેમામદ વાઘેર (પૂર્વ સરપંચ,જખૌ) વગેરે સાથે હાજર રહ્યા હતા.

રિપોર્ટર : કિરણભાઈ મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment