દિયોદર પ્રાંત કચેરી ખાતે તાલુકાના સરપંચો સાથે મીટીંગ યોજાઇ

હિન્દ ન્યૂઝ, દિયોદર 

રાજયમાં કોરોના ના કહેર વચ્ચે કોરોના ની અસર પર કાબુ મેળવવા આજે દિયોદર સરપંચ સંગઠન ની દિયોદર પ્રાંત અધિકારી એ મીટીંગ બોલાવી અને બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશ વધવાની સાથે કોરોના કારણે મૃત્યુ આંક માં વધારો જોતા ચિંતા જેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે દિયોદર મા પણ કોરોના વિસ્ફોટ થી વહીવટી તંત્ર દ્વારા અને આરોગ્ય વિભાગ સાથે દિયોદર તાલુકાના તમામ ગામોના સરપંચો સાથે બપોરે અગત્યની બેઠક મળી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેશોમાં વધારો ના થાય તેને લઈ સ્વૈચ્છિક રીતે ગામડાના લોકો શહેર તરફના આવવા માટે અને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સ્થાનિક લોકો સેવા ભાવી સંસ્થા સાથે મળી કોવિડ – ૧૯ વોર્ડ બનાવી દર્દીઓને સેવા પૂરી પાડવા જાણવ્યું હતું . મહામારી એટલી બધી વકરી છે કે શહેરમાં દવાખાનાઓમાં દર્દીઓ સંખ્યા ઉભરાતી જવાથી બીજા દર્દીઓ રાખવા પણ મુશ્કેલ બન્યું છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ સરપંચો સાથે દિયોદર પ્રાંત અધિકારી અને આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજી સરપંચો ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના લોક સહયોગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ દર્દી કોરોના પોઝિટિવ ન આવે પોતાના પરિવાર કાળજી રાખે તેવી તેવી અપીલ કરાઈ હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment