પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા જિલ્લાભરમાં ઉનાળાની આકરી સિઝનમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે માટે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટી દ્વારા જિલ્લામાં સાત હજારથી વધુ પાણીના કુંડા પક્ષીઓના માળા અને પક્ષી ચણ માટેના કુંડાનું વિતરણ કરવામાં આવશે.

    પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સમગ્ર ભારતમાં વર્ષ ૨૦૧૦થી કાર્યરત છે જે પશુઓ પર થતાં અત્યાચાર અટકાવવાની તેમજ પશુઓને કતલખાને જતા અટકાવવા ની પ્રવૃત્તિ ઉપરાંત પશુ પક્ષીઓને નિભાવ તેમની આજીવિકા તેમના રક્ષણ માટે ની પ્રવૃત્તિઓ કરી રહી છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ના ડાયરેકટર ચુનિભાઈ શાહ અને સભ્ય શાસ્ત્રી કિશોરભાઈ દવેએ જણાવ્યું હતું કે હાલમાં આ ઉનાળાના આકરા તાપની શરૂઆત થઇ છે ત્યારે પશુ પક્ષીઓને રહેવા અને ખાવા-પીવાનું મળી રહે તે માટે સોસાયટી દ્વારા જિલ્લાભરમાં દરેક પ્રાંત કચેરીના સહયોગથી સાત હજારથી વધુ પક્ષીઓને પીવા માટે ના કુંડા તેમને રહેવા માટેના માળા તેમજ ચણ માટેના વિશેષ કુંડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવનાર છે. લોકોને પણ સોસાયટી દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર આગળ, જાહેર જગ્યાએ, મંદિરો આશ્રમ, શાળાઓ વગેરે જગ્યાએ આવા કુંડા લગાવી પક્ષીઓને ચણ અને રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ છે.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment