કોવિડશિલ્ડ વેકસીન લેતા હેતલબેન વ્યાસ

હિન્દ ન્યૂઝ ,ગીર સોમનાથ

   કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું છે. કોરોનાનુ સંક્રમણ ધટાડવા સરકારે કોરોના ટેસ્ટ, રસીકરણની કામગીરી વધારવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્રારા મોટાપ્રમાણમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. વેરાવળ, સુત્રાપાડા, તાલાળા કોડીનાર ગીર ગઢડા અને ઉના તાલુકામાં લોકોને કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવી હતી. લોકોને વેકસીનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

કોવિશિલ્ડ વેકસીન લઈ હેતલબેન વ્યાસ(ઉ.વ.૩૭)એ જણાવ્યું હતું. મને અહિંયા કોઈપણ પ્રકારના ચાર્જ વગર નિશૂલ્ક કોરોના વેકસીન આપવામાં આવી હતી. ત્યારબાદ નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં કોઈપણ પ્રકારની મને આડઅસર થઈ ન હતી. કોરોના વેકસિન લીધા બાદ હું સંપુર્ણ સુરક્ષિત છું. કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે સરકાર આરોગ્ય ક્ષેત્રે સારુ કામ કરી રહી છે.

Related posts

Leave a Comment