ગીર સોમનાથ જિલ્લામાં કોરોના ટેસ્ટની કામગીરી પુરજોશમાં

હિન્દ ન્યૂઝ , ગીર સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સર્તક છે. સંક્રમણ વધે નહી તે માટે કોરોનાના ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. અને જિલ્લાભરમાં કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં આર.ટી.પી.સી.આર અને એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વેરાવળ, સુત્રાપાડા, તાલાળા, કોડીનાર, ગીર ગઢડા અને ઉના તાલુકામાં કોરોના ટેસ્ટીંગ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ૩૪ આરોગ્ય ધનવંતરી રથ દ્રારા અસંખ્ય લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય રથ દ્રારા લોકોના ઘરે ઘરે જઈ આરોગ્યની સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિઓને કોરોનાના સંભવિત લક્ષણો જણાય તો નજીકના કેન્દ્ર પર જઈ ટેસ્ટ કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment