દિયોદર માનવ સેવા સંગઠન દ્વારા ઉનાળા ઋતુ માં કુંડા અને ચકલીઘર નું વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

ઉનાળા ઋતુ ની શરૂઆત થતા પશુ પક્ષીઓ માટે સેવાભાવી લોકો દ્વારા અનેક સેવાક્રિય પ્રવુતિ કરવામાં આવે છે. જેમાં વર્તમાન સમય ગરમી નું પ્રમાણ વધતા દિયોદર માનવ સેવા સંગઠન દ્વારા શહેર ના વિવિધ સ્થળો જેવા કે બગીચાઓ, શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્મશાન ધામ વગેરે સ્થળો પર પાણી ના કુંડા અને પક્ષી ઘર પોતાની સયુંકત ટીમ સાથે જઈ ને પક્ષીઘર તેમજ કુંડા ઝાડ ઉપર બાંધી કુંડા ની અંદર પક્ષીઓને પીવા પાણી ભરવામાં આવ્યુ હતું. જેમાં રતનસિંહ ભાટી, સંજયભાઈ ઠાકોર (ફોરેસ્ટ વિભાગ), જયેશભાઇ પરમાર વગેરે યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં અન્ય લોકો ને પણ ઉનાળા ના સમય જરૂરિયાત જગ્યા પર પાણી ના કુંડા અને પક્ષી ઘર મૂકી સેવાકીય કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment