300 કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, રાજકોટનું સાથી સેવા ગ્રુપ મદદે આવ્યુ

હિન્દ ન્યૂઝ, રાજકોટ 

            રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેન નામના એક મહિલાનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ખાસ તો પોતાના સ્થાનેથી હલનચલન કરી શકતા ન હતા. એક જ રૂમમાં છેલ્લા 15 થી 20 દિવસથી રહેતા હતા. તેમનું વધારે પડતું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય દર્દી સહન કરી રહ્યાં હતા. પરંતુ સરલાબેનની મદદે રાજકોટનું સાથી સેવા ગ્રુપ મદદ કરવા માટે આવ્યું છે. જલ્પાબેન પટેલ અને તેની ટીમે એમના ઘરે જઈને ફાયર વિભાગની ટીમની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એમની સારવાર કરવામાં આવી હતી. સરલાબેનના પતિ દુબઈમાં મજૂરીકામ કરી રહ્યા છે. જલ્પાબેને સરલાબેનને ખસેડવા માટે પહેલા તો ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી. પણ વધુ પડતું શરીર અને શરીરની દયાજનક સ્થિતિ જોઈને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં પણ મુશ્કેલીઓ પડી હતી. ત્યાર બાદ ફાયર ટીમની મદદથી એમની ગાડીમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

              હોસ્પિટલમાં પણ બેડ પર સુવડાવવાને બદલે નીચે સુવડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. પણ સેવા ગ્રૂપના સભ્યોને દુઃખ થતા પછીથી બેડ પર શિફ્ટ કરાયા હતા. આ કેસમાં જલ્પાબેને જણાવ્યું હતું કે, ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી પણ શરીર વધારે પડતું હોવાને કારણે હોસ્પિટલ સુધી પણ લઈ જઈ શકાય એમ ન હતા. અંતે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ફાયરની ગાડીમાં એમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. હાલમાં એમનું શરીર અનેક જગ્યાએથી સડી ગયું છે. ચાન્સ ઘણા ઓછા છે. 15 થી 20 દિવસ પહેલા તેઓ ચાલી શકતા હતા. પણ એનું પેટ ફાટી ગયું છે અને પગ સુધીનું શરીર ખરાબ થઈ ગયું છે. હાથનો કેટલોક ભાગ પણ સડી ગયો છે. એમની હિંમત ઘણી સારી છે. ભારે ભરખમ શરીર હોવા છતાં તેઓ દુઃખી નથી. આવી સ્થિતિમાં પણ તેઓ હસતા હસતા જીવન જીવતા હતા. હું આવું પહેલી વાર જોઈ રહી છું. એમના પતિ છેલ્લા એક દાયકાથી દુબઈમાં મજૂરીકામ કરે છે. 13 વર્ષનો દીકરો છે. રમવાની ઉંમરે તે માતાની સેવા કરી રહ્યો છે. વધુ સારવાર માટે એમને અમદાવાદ ખસેડવામાં આવશે તો પણ અમે તૈયાર છીએ.

રિપોર્ટર : ચંદ્રેશ વાઢેર, રાજકોટ

Related posts

Leave a Comment