દિયોદર બટાકા ના ભાવ તળિયે જતા ખેડૂતો પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજ માં આપવા પોહચ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર

કોરોના વાઈરસ માં બટાકા ની માંગ વધતા વર્તમાન સમય સમગ્ર જિલ્લા માં બટાકા નું વધુ ઉત્પાદન થયું હતું. જેમાં બટાકા ના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પરેશાન બન્યા છે. જેમાં વહેપારીઓ દ્વારા બટાકા ની ખરીદી ન કરતા હવે પોતાના માલ ને બચાવવા માટે ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજ આપવા માટે પોહચ્યા હતા.

આજે દિયોદર તાલુકા ના મોટાભાગો ના ગામો માં મોંઘા બિયારણ, લાવી બટાકા નું વાવેતર કર્યું હતું. જેમાં વધુ ઉત્પાદન બટાકા નું થવા પામ્યું હતું પરંતુ એકાએક બટાકા ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પરેશાન બન્યા હતા. જેમાં વહેપારીઓ દ્વારા બટાકા ની ખરીદી ના કરતા જગત નો તાત પરેશાન બન્યો હતો. જેમાં આજે દિયોદર તાલુક ના કોટડા (દિ) આરતી કોલ્ડ સ્ટોરેજ ખાતે તાલુકા તેમજ આજુ બાજુ વિસ્તાર ના તાલુકા માંથી ખેડૂતો બટાકા આપવા પોહચ્યા હતા. જેમાં કોલ્ડ સ્ટોરેજ આગળ બટાકા ભરેલ ટ્રેક્ટરો ની લાંબી કતારો લાગી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment