જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં મહિલા દિવસ ઉજવાયો

હિન્દ ન્યૂઝ, નડિયાદ

             ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં મહિલા દિવસ ઉજવાયો. જેમાં ૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે મહિલા દિવસ નિમિતે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ખેડા જિલ્લાની અગ્રણી મહિલાઓને તેમજ ચુંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓનુ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના વરદ હસ્તે મહિલાઓને મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જિલ્લા કલેકટરે કહ્યુ હતુ કે, મહિલાઓ હવે તમામ ક્ષેત્રમાં પુરુષ સમોવડી થઈ છે તેમ કહેવા કરતા એમ કહી શકાય કે પુરુષોની પણ આગળ નીકળી ગઈ છે.

            આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરએ પણ મહિલાઓને તેઓની વિશિષ્ટ કામગીરી માટે બિરદાવી હતી. ડીસીએલઆર અવંતિકા બેન દરજી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ ઉપસ્થિત મહિલાઓને તેઓના ક્ષેત્રમાં હજુ વધુ સારુ પ્રદાન આપી ગુજરાતનુ નામ રોશન કરવા જણાવ્યુ હતુ.

                આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટાર, ચુંટણીમાં સારી કામગીરી કરનાર મહિલા અધિકારી-કર્મચારીઓ યુવા મહિલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવા મહિલાઓએ સન્માન માટે કલેકટરને બિરદાવ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment