સુરત જિલ્લાનો મહિલા દિવસ નિમિતે મહિલાઓની સુરક્ષા અંગેના કાયદાઓ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કે.એલ.પટેલ હાઈસ્કૂલમાં યોજાયો

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

             આજે આઠમી માર્ચ હોય,આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહિલા ઓની સુરક્ષા અંગેના કાયદાઓ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કે.એલ.પટેલ હાઈસ્કૂલ, અનાવલ ખાતે કરવામાં આવ્યું હતુ. સ્વાતિબેન પટેલ, તરકાણી ના સરપચ લલીતાબેન, જિલ્લા મહિલા અને બાળ કચેરી માં કાર્યરત સેન્ટર ના કર્મચારીઓ, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ડો. પદ્માબેન તડવી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવાય તે અંગે ખુબ જ સુંદર માહિતી આપવા માં આવી હતી. નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા મહિલાઓમાં અભ્યાસનું મહત્વ દહેજ પ્રતિ બંધક સંરક્ષણ અધિકારી દ્વારા મહિલા લક્ષી કાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા મહિલાઓમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય અંગે જાણકારી, મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ આ અંગે વિશેષ સંબોધન કરવામાં આવ્યો હતું તથા આ કાર્યક્રમ માં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત શાળા 0% ટકા રેસીયો ધોરણ એક થી આઠ, ધોરણ ૧ થી ૫ માં જેમણે 100% દીકરીઓ ને પ્રવેશ અપાવ્યો છે. તેવી શાળાઓને 10,000 રૂપિયા તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું અને સરકાર ની વહાલી દિકરી યોજના અંતર્ગત 110,000 રૂપિયાની હુકમ વિતરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ બેટી બચાવો બેટી પઢાવોની પ્રતિજ્ઞા લઇ મહિલા લક્ષી યોજના ઓની માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment