ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં આગેવાન ભીખુભાઇ વસાવાએ કોરોનાંની રસી મુકાવી લોકોને રસી મુકાવી લેવા અનુરોધ કર્યો

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં આદિવાસી સમાજ નાં આગેવાન ભીખુભાઇ વસાવાએ કોરોનાંની રસી મુકાવી લોકોને રસી મુકાવી લેવા અનુરોધ કર્યો છે. ભીખુભાઇ વસાવાએ કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાંની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ રસી મુકાવી છે એ અંગે એમને આરોગ્ય વિભાગ તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. હવે 28 દિવસ બાદ કોરોનાની રસીનો બીજો ડોઝ લેવાનો રહેશે. એમણે અતિપછાત એવા અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતાં અને મોટા ભાગના લોકો ખાસ કરી મજૂરી, ખેતી અને પશુપાલનનાં ધંધા સાથે સંકળાયેલા છે. ત્યારે ભીખુભાઇ વસાવાએ આદિવાસી સમાજનાં લોકોને કોઈ પણ જાતનાં દર વીનાં કોરોનાની રસી મુકાવી લેવા હાકલ કરી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત

Related posts

Leave a Comment