માંગરોળ તાલુકા ચૂંટણી વિભાગ તરફથી 502 ના પોલિંગ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

     આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળ તાલુકાના ચૂંટણી વિભાગ તરફથી મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગ રૂપે આજે તારીખ 22 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ ખાતે આવેલી એસ.પી.મદ્રેસા હાઇસ્કૂલનાં ટાઉન હોલ ખાતે ફિમેલ પોલિંગ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે. જેમાં 502 ચૂંટણી કર્મચારીઓને ત્રણ સેશનમા ચૂંટણી અધિકારી ડી.કે.વસાવા, દિનેશભાઇ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ગિરિષભાઈ પરમાર ની ઉપસ્થિતમાં ત્રીજી તાલીમ ત્રણ સેશન આપવામાં આવી હતી. જેમાં માંગરોળ તાલુકા ના શિક્ષક અસ્વિનસિંહ વાંસીયા એ EVM મશીન સહિતની વિગત વાર સમજૂતી આપી હતી. તેમજ EVM મશીન સીલિંગ પ્રક્રિયા, મતદાન પ્રક્રિયા પ્રેકટીકલ કરી બતાવવામાં આવ્યું હતુ સાથે મામલતદાર ડી. કે. વસાવા એ જરૂરી સૂચન કર્યા હતા.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment