માંગરોળ તાલુકા BRC ભવન,ખાતે ઇકો કલબ અંગે શિક્ષકોની તાલીમ યોજાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

        તા. ૧૯ ના રોજ માંગરોળ તાલુકા BRC ભવન ખાતે ઇકો કલબ શિક્ષક તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ તાલુકાની ૧૨૦ સરકારી પ્રાથમિક શાળાના શાળા દીઠ એક-એક શિક્ષક તાલીમ માં હાજર રહ્યા હતા અને તાલીમ મેળવી હતી. તાલુકા કક્ષાએ યોજાયેલ ઇકો કલબ શિક્ષક તાલીમમાં સૌ પ્રથમ પ્રાર્થના અને ભજન બાદ BRC.કૉ.ઓડીનેટર હીરાભાઈ એ. ભરવાડ દ્વારા ઇકો કલબ વિશે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા ઇકો પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય જેનું સચોટ માહિતી સભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણની જાળવણી, વૃક્ષોનું જતન, ઇકો કલબ દ્વારા શાળામાં કિચન ગાર્ડન, ઔષધી બાગ બનાવવો, સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વગેરે વિષે વિસ્તૃત સમજૂતી અને માર્ગદર્શન આપ્યું હતું.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment