દિયોદર ના ઓઢા ગામ ના યુવાને આર્મી ની સંપૂર્ણ તાલીમ પુરી કરી વતન આવતા સ્વાગત કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

    બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના ઓઢા ગામ ના યુવાને આર્મી ની સંપૂર્ણ તાલીમ પુરી કરી વતન આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકા ના ઓઢા ગામ ના ચિરાગભાઈ રણછોડભાઈ ચૌધરી એ ઇન્ડિયન આર્મી માં પસંદગી પામેલ અને 14 મહિના ની ટ્રેનિંગ પુરી કર્યા પછી પહેલી વખત માદરે વતન આવી પોહચ્યા હતા. જેમાં સમસ્ત ઓઢા ગ્રામજનો અને ચૌધરી સમાજ દ્વારા આ આર્મી મેન નું ભવ્ય સન્માન કરાયું હતું. પિતા ની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ દેશ માટે સેવા આપવાની ભાવના સાથે આ યુવાને ઇન્ડિયન આર્મી માં પસંદગી થતા યુવાને સ્વ પોતાના પિતા ના આશીર્વાદ લીધા હતા તેમજ ગામ માં આવતા જીવિત સમાધિ અંખડ જ્યોતધારી હરિપુરી મહારાજ ના ચરણ સ્પષ્ટ કરી ને આશીર્વાદ લીધા હતા. જેમાં આ યુવાને અન્ય યુવાનો ને પણ આર્મી માં ફરજ બજાવવાની સલાહ આપી હતી. જેમાં ઓઢા ગામે આજે આ આર્મી જવાન નું ભવ્ય સ્વાગત કરતા સમગ્ર માહોલ દેશ ભક્તિ માં રંગ માં રંગાયો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment