માંગરોળ તાલુકા સહિત સમગ્ર રાજ્યમા 6 થી 8 ના વર્ગો શરૂ થતા સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ શુભેચ્છા સંદેશો પાઠવ્યો

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

         કોરોના મહામારી અન્વયે 16 માર્ચ 2020 થી માંગરોળ તાલુકા સહિત સમગ્ર ગુજરાતની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. શાળાઓમાં બાળકોની હાજરી ની ઉણપ આજ દિન સુધી સતત ને સતત વર્તાઇ રહી હતી. એક લાંબા સમય પછી આજ થી માંગરોળ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં શાળાનું વાતાવરણ બાળકોના કલરવથી ગુંજી ઉઠવા પામ્યું છે અને બાળકો દ્વારા ફરી એક વાર ફિઝિકલ શિક્ષણ નો પ્રારંભ આજથી થઇ રહ્યો છે ત્યારે આપણે સૌ બાળકો ની માનસિક પરિસ્થિતિને સમજી ને બાળકોને શાળા સાથે જોડીએ. સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરીને બાળકોને શિક્ષણમય બનાવીએ. ફરી એક વાર શાળામાં બાળકો અને શિક્ષકો વચ્ચે તાદાત્મ્ય કેળવી શાળા પ્રત્યેની બાળકોની માનસિકતા અને શિક્ષણની જાગૃતિ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરીએ. સાથે સાથે બાળકોની માનસિકતામાં થયેલા ફેરફારને પણ શિક્ષણ દ્વારા ખાસ અર્થમાં ચેતનામય બનાવીએ. પરિસ્થિતિ સામે ગંભીરતાથી કઈ રીતે લડવું અને તેમાંથી કઈ રીતે આરોગ્યની સાચવણી કરવી તે તમામ બાબતને ધ્યાનમાં રાખી શિક્ષણ કાર્ય શરૂ કરવાનું છે. પરંતુ હવે આ કામગીરીને નવેસરથી ઓફ લાઇન અને ઓન લાઈન બંને રીતે સુપેરે પાર પાડવા માટે આપ સર્વે શિક્ષક મિત્રો સક્ષમ છો જ. શાળામા ફરી એકવાર બાળકોને આવકારવા માટે અને શાળાને ચેતનવંતી બનાવવા માટે આપ સૌ શિક્ષકો ને ખુબ અભિનંદન સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે પાઠવી છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment