ડીસા નાયબ કલેકટર ને કિન્નર સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યૂઝ, ડીસા 

           ડીસા નાયબ કલેકટર ને કિન્નર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વર્ષો જુના શાંતિ નગરમાં સોસાયટીમાં આવેલ છે. કિન્નર સમાજનો આશ્રમ ૨૦ વર્ષેથી આવેલ સ્થળે પર કિન્નર સમાજ વસવાટ કરે છે અને ભીલડીના શાંતિ નગર વિસ્તારમાં કિન્નર સમાજ ના આશ્રમને અડીને આવેલ પલ્ટો માલિકે જોર હુકમી કરી રહ્યાં છે.

            આશ્રમની જગ્યા ખાલી કરવા માટે બાજુમાં આવેલ પ્લોટ માલિકો ધાક ધમકી આપી રહ્યા છે. કિન્નર સમાજ ન્યાયની માંગ સાથે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુવાત કરી હતી. ગ્રામ પંચાયતની જમીનમાં ગામના સરપંચ તેમજ તલાટીએ રહેવા મંજૂરી આપી હોવા છતાં અન્ય લોકો દ્વારા અવાર નવાર હુમલા કરાવે છે ત્યારે ડીસા નાયબ કલેકટરને કિન્નર સમાજ અને સામાજિક આગ્રણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને ભીલડીની શાંતિનગર સોસાયટી માં આવેલ પ્લોટ માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવદેપત્ર આપ્યું હતું.

             સ્થાનિક પ્લોટ માલિકો કિન્નર સમાજના આવેલ આશ્રમ તોડવા માટે અવાર નવાર ધમકીઓ આપે છે. જીવના જોખમે આશ્રમ વસવાટ કરતાં કિન્નર લોકો હેરાન પરેશાન થયા છે. સ્થાનિક પોલીસને રજૂઆત કરવા છતાં નથી મળી રહ્યો ન્યાય. પ્લોટ માલિકોએ આશ્રમની જમીન ખાલી કરવા માટે ૧૦ દિવસનું અલટીમેટમ આપ્યું હતું. જમીન નહીં ખાલી કરેતો જાન થી મારી નાખવાની આપી છે. ધમકી આજે કિન્નર સમાજના લોકોએ આવેદનપત્ર આપીને પ્રાંત કલેકટરને ન્યાયની માંગ સાથે રજુઆત કરી હતી.

એહવાલ: કંચનસિંહ વાઘેલા ડીસા

Related posts

Leave a Comment