ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન અને જિલ્લા અંધાપા નિવારણ સોસાયટી ના ઉપક્રમે હુસૈની હોસ્પિટલ અને શંકરા આઈ હોસ્પિટલ દ્વારા મફત મોતિયા કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, આણંદ

            આણંદ પાસે આવેલ હાડગુડ ગામમાં ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન સંચાલિત હુસૈની હોસ્પિટલ કાર્યરત છે. જે ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓને લાભ થાય તે હેતુથી દર અઠવાડિયે અલગ અલગ રોગોનો નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આજ રોજ હુસૈની હોસ્પિટલ હાડગુડ અને શંકરા આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મફત મોતિયા ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

       જેમાં હાડગુડ ગામ તથા આજુબાજુ ગામ તથા શહેર માંથી કુલ 200થી વધુ દર્દીઓ આવ્યા હતા. તેમને કેમ્પમાં તપાસ કરતા 45દર્દીઓના મોતિયાના કેસો આવ્યા હતા. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને લઇ જવા અને મૂકી જવાની તેમજ વિનામૂલ્યે નેત્રમણી મુકવી તેમજ રહેવા જમવા ફ્રી સુવિધા શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા પૂરું પાડવામાં આવનાર છે. શંકરા આઈ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર મુકેશ કુમાર, ડોક્ટર પેશલા, મહિડા હિતેન્દ્રસિંહ, જ્યંતિભાઈ મકવાણા તેમજ નર્સિંગ સ્ટાફમાં એંજલ બેન હાજર રહ્યાં હતા.

          સમગ્ર કેમ્પનો આયોજન ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન ના પ્રમુખ સૈયદ પરવેજ યમની, સૈયદ હાજી મુનાફ અશરફી,સૈયદ હિફજુ, સૈયદ ખલિલ, સૈયદ સાકીર, સૈયદ અલ્હાઝ મુનવ્વર અલી, સૈયદ હનીફ, સૈયદ શબ્બીર, સૈયદ અશરફ અલી તેમજ ગામના આગેવાનો હાજર રહીને કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment