દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે મહત્વ નો ચુકાદો આપ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા માં એક ગામ ની 16 વર્ષ ની સગીરા ને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી દુસ્ક્રમ આચરનાર આરોપી ને આજે દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે 10 વર્ષ ની સજા આપતો ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમ માં સન્નાટો છવાઈ ગયો હતો.

દિયોદર તાલુકા ના એક ગામ ની 16 વર્ષ ની સગીરા તારીખ ૧૨/૨/૨૦૧૬ ના રોજ ઘર આગણ માં સૂતી હતી. તે સમય કુટુંબી ભાણેજ ભરતપુરી મલપુરી ગૌસ્વામી રહે કોટડા (ફો) તા દિયોદર વાળા આવી બળજબરી પૂર્વક સગીરા ને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો હતો. જે બાબતે દિયોદર પોલીસ મથક ખાતે ૧૬/૨/૨૦૧૬ ના રોજ આરોપી ભરતપુરી ગૌસ્વામી સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ અપહરણ અને દુસ્ક્રમ ની ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ આજે દિયોદર એડિશનલ સેસન્સ જજ કે એસ હિરપરા સમક્ષ ચાલ્યો હતો. જેમાં તમામ પુરાવા મુખ્ય આરોપી ભરતપુરી મલપુરી ગૌસ્વામી વિરુદ્ધ હોવાથી અને સરકારી વકીલ ડી.વી.ઠાકોર એ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરતા દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે આરોપી ને 10 વર્ષ ની સજા આપી હતી. જો કે અન્ય બે ઈસમો ને પુરાવા ના અભાવે નિર્દોષ છોડી મુક્યા હતા. સમાજ માં આવા ગુન્હા ન બને તે માટે મહત્વ નો ચુકાદો-વકીલ. આ બાબતે સરકારી વકીલ ડી.વી. ઠાકોર એ જણાવેલ કે અલગ અલગ કલમો માં સજા આપી છે. સમાજ માં આવા ગુન્હા ના બને તે માટે આ એક મહત્વ નો ચુકાદો છે. જેમાં 363 ના ગુન્હા માં 7 વર્ષ ની અને 366 ના ગુન્હા માં 7 વર્ષ ની અને 376 ના ગુન્હા માં 10 વર્ષ ની સજા સાથે 5 હજાર નો દંડ ફટકાર્યો છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment