ખજૂદ્રા ગામ ની અંદર ગરીબ લોકો ને રાશન ની કીટ ફૂડ પેકેટ નુ વિતરણ કરવા મા આવ્યુ

ખજુદ્રા, 

સામાજિક કાર્યકર ચૌહાણ જેન્તી કુમાર ની આગેવાની હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ઉના દ્વારા આજે માનવ સેવા એજ પ્રભુ સેવા ની યુક્તિ સફળ બનાવવા મા આવી.

આજે દુનિયા ની અંદર અને આપણા દેશ મા કોરોના વાયરસ લોકડાઉન સરુ છે ત્યારે આવી અતિ ગંભીર પરિસ્થિતિ ના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકો મહા મુશ્કેલી મા મેકાઈ ગયા છે. ત્યારે ઉના તાલુકાના ખજૂદ્રા ગામ ની અંદર વિધવા બહેનો, અનાથ બાળકો, કેન્સર જેવી બીમારી થી પીડાતા લોકો અને જે એક એક ટાણા નુ કરી ને ખાય છે.

 

તેવા લોકો ને આજે પોતાના ઘર પરિવાર નુ ગુજરાન ચલાવવું અતિ મુશ્કેલ છે ત્યારે ખજૂદ્રા ગામ ની અંદર ૨૫ જેટલા પરિવાર ની અંદર વિના મૂલ્યે રાશન ની કીટ ફૂડ પેકેટ જેવી અનેક પ્રકાર ની લોકો ને જમવા (ખાવા) માટે ની જીવન જરૂરિયાત અને ૫ દિવસ સુધી એક ઘર ની અંદર જમવા નુ મળી રહે એ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ઉના દ્વારા વિના મૂલ્યે લોકો ને રાશન ની કીટ આપવા મા આવી હતી. સામાજિક કાર્યકર ચૌહાણ જેન્તી કુમાર, નિપુલભાઈ શાહ, મહેશભાઈ બારૈયા, સંદીપભાઈ બાંભણીયા, શાંતિલાલ મોંણપરા,
ભાવેશભાઈ સાંખટ અન્ય મિત્રો અે સાથે મળીને ખજૂદ્રા ગામ ની અંદર ડોર ટુ ડોર લોકો ની ઘરે જય ને કીટ નુ વિતરણ કર્યુ હતુ તેમજ ખજૂદ્રા ગામ ના તમામ લોકો તરફ થી સેવા ભાવિ મિત્રો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment