શહેરા ખાતે તાલુકા પંચાયત કચેરીનું ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ના હસ્તે લોકાર્પણ

શહેરા,

તા. ૧૭ શહેરા ખાતે રૂ.૨.૩૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીની બિલ્ડીંગનું શહેરા ધારાસભય જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરવામાંઆવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીનું મકાન વર્ષો જૂનું જર્જરિત હાલતમાં તેમજ નહીંવત સુવિધા ધરાવતું હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તાલુકાની ગ્રામ્ય વિસ્તાની પ્રજાને મુશ્કેલીઓ પડતી હતી, ઉપરાંત આ કચેરીને લગતી શાખાઓ અલગ-અલગ જગ્યાએ હોવાના કારણે શહેરા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કામકાજ અર્થે અલગ-અલગ જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા, જેને લઈને રાજ્ય સરકારે અદ્યતન સુવિધા સમકાન મંજુર કર્યું હતું, ત્યારે ત્રણ વર્ષ અગાઉ તાલુકા પંચાયત કચેરીની નવીન બિલ્ડીંગ બનાવવા માટેનું શહેરાના ધારાસભ્ય દ્વારા ખાતમુહુર્ત કરાયું હતું, ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, અને અંદાજે રૂ.૨.૩૯ કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત કચેરીની બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જે તૈયાર થતા લોકાર્પણની રાહ જોવાતી હતી, ત્યારે આજે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વરદ હસ્તે આ નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીની બિલ્ડીંગનું રીબીન કાપી લોકાર્પણ કરી શહેરા તાલુકાની પ્રજા માટે ખુલ્લી મુકવામાં આવી હતી, આ નવીન બિલ્ડીંગ બનતા હવે લોકોને કામકાજ અર્થે અલગ-અલગ જગ્યાએ જવાની ફરજ નહિ પડે, અને તમામ શાખાઓ એક જ બિલ્ડીંગમાં આવી જતા તાલુકાની પ્રજાનું કામકાજ ઓછા સમયમાં એક જ જગ્યાએથી થઈ શકશે. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશ રાઠવા, માર્ગ અને મકાન વિભાગ પંચાયત કાર્યપાલક ઈજનેર રાઠવા, જીલ્લા આંકડા અધિકારી અંશુમન રાવલ, શહેરા પ્રાંત અધિકારી જય બારોટ, મામલતદાર મેહુલ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી તેજશ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબેન બારીઆ, ઉપપ્રમુખ સુરેશભાઈ સોલંકી તેમજ તાલુકાના જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, તલાટી કમ મંત્રીઓ અને તાલુકા પંચાયત કચેરીના તમામ શાખા કર્મચારીઓ તેમજ ભાજપના કાર્યકરો સહિત પ્રજાજનો મોટી ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર : તોફીક અન્સારી, શહેરા

Related posts

Leave a Comment