હિન્દ ન્યુઝ, ડાંગ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈ ખાતે ગુજરાતી અસ્મિતાના પ્રખર પ્રણેતા અને સાહિત્યજગતના યુગપુરુષ વીર નર્મદની ૧૯૩મી જન્મજયંતીની જ્ઞાન, સાહિત્ય અને પ્રેરણાના ત્રિવેણી સંગમ સમી ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના ગુજરાતી વિભાગ તથા સપ્તધારા અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સપ્તધારા કો-ઓર્ડિનેટર ડૉ. પ્રીતિબેન પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, નર્મદના જીવનમાંથી સાહસ, સત્યનિષ્ઠા અને નિર્ભીકતાના ગુણો કેળવીને આજની યુવાપેઢીએ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે આગળ આવવું જોઈએ. પ્રા. જયેશભાઈએ ‘નર્મદનું વ્યક્તિત્વ’ વિષય પર વિસ્તૃત વક્તવ્ય આપીને ઉપસ્થિત તમામને નર્મદના સાહિત્યિક, સામાજિક અને સુધારક વ્યક્તિત્વનો ઊંડાણપૂર્વક…
Read MoreMonth: August 2026
આગામી રવિવારે NEETની પરીક્ષા યોજાશે
હિન્દ ન્યુઝ,ભુજ રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર દ્વારા NEET (PG)-2026 પરીક્ષા તા.૩૦/૮/૨૦૨૬ રવિવાર રોજના યોજાનારી છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. કચ્છમાં આ નીટની પરીક્ષા, ઉમેદવારો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા…
Read Moreપી.એમ. કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂત લાભાર્થીઓએ વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત
હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની સહાય ચૂકવણી મેળવવા વાર્ષિક ધોરણે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. લાભાર્થીઓએ દરેક નાણાંકીય વર્ષના પ્રથમ હપ્તાની ચૂકવણી પહેલાં વાર્ષિક ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. જે ખેડૂતોએ તારીખ ૦૧ એપ્રિલ ૨૦૨૬ પછી ઈ-કેવાયસી કરાવેલ નથી અને તેમના ખાતાની સ્થિતિમાં ‘ઈ-કેવાયસી: હા’ દર્શાવતું હોય, તેઓએ પણ યોજનાનો લાભ સતત મેળવવા માટે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય રહેશે. હાલ કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૧,૫૮,૩૦૦ જેટલા ખેડૂત લાભાર્થીઓનું…
Read Moreપ્રકૃતિ પ્રેમીઓ માટે ડાંગ જિલ્લાનું એક સ્વર્ગ એટલે પૂર્ણા વન્યજીવ અભયારણ્યના ગાઢ જંગલોની વચ્ચે આવેલો ગીરમાળ ધોધ!
હિન્દ ન્યુઝ, ડાંગ 🌊 સુબીર તાલુકાના શિંગાણાથી ૭ કિ.મી દૂર આવેલો ગીરમાળ ધોધ ૧૦૦ થી ૧૫૦ ફૂટની ઊંચાઈએથી પડે છે. પાણીના પ્રચંડ પ્રવાહથી સર્જાતું ધુમ્મસ અને તેમાં દેખાતું અદભુત મેઘધનુષ્ય મન મોહી લે છે! ⛰️ યુ-ટર્ન ઈકો ટુરિઝમ પોઈન્ટ: ગીરમાળના રસ્તે ગાવદહાડ ગામ નજીક નદી પહાડો વચ્ચે અદ્ભુત ‘U’ આકારનો વળાંક લે છે. ચોમાસામાં લીલોતરી અને વાદળોથી ઘેરાયેલો આ નજારો કોઈ હિલ-સ્ટેશન જેવો જ આહલાદક લાગે છે! ☁️ 🏕️ ડાંગ ઉત્તર વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે અહીં સુંદર વ્યુ-પોઇન્ટ અને બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી તમે પ્રકૃતિને મન…
Read Moreરેબારી ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે પ્રાયોગિક અને માર્ગદર્શન તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેબારી ગામે સ્થાનિક ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની પ્રાયોગિક તાલીમ તથા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના એક અનુભવી પ્રાકૃતિક ખેડૂત દ્વારા ઉપસ્થિત અન્ય ખેડૂતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ અને તેના ઉપયોગ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો જીવામૃત, બીજામૃત, આચ્છાદાન (મલ્ચિંગ), વાફસા અને જૈવ વિવિધતા વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાકૃતિક પદ્ધતિથી દેશી બનાવટ દ્વારા તૈયાર કરવામાં આવતી સામગ્રીનો ખેતરમાં કયા પ્રમાણમાં અને કઈ…
Read Moreપોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઊર્જા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સાસણ તથા આસપાસના વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાસણ ખાતે પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઊર્જા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. એશિયાટિક સિંહ માટે વિશ્વ પ્રસિદ્ધ સાસણ આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર છે અહિં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેશ-વિદેશથી આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા સાસણને પોલીસ સ્ટેશનની સુવિધા આપવામાં આવતા વિસ્તારના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ નજીકથી અને ઝડપી મળી રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ લાવવા…
Read Moreભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અંગે તંત્રનું સઘન ચેકિંગ: નિયમોનું ઉલ્લંઘન કરતી ૫ રેસ્ટોરન્ટ્સને વેચાણ બંધ કરવા નોટિસ
હિન્દ ન્યુઝ, ભરૂચ ચોમાસાની ઋતુ અને આગામી રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આકસ્મિક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેની સૂચના મુજબ ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ડી.વાય.એસ.પી. સી. કે. પટેલના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તાર સહિત બાયપાસ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
Read Moreભરૂચ જિલ્લા જેલ ખાતે રૂ.૧૬ કરોડોના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ – રવિવાર- ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે હાથ ધરાયેલા વિવિધ આધુનિક બાંધકામ અને વિકાસ પ્રકલ્પોનું આજે (નાણા, પોલીસ હાઉસીંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરીક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના) રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી કમલેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય કરી અને તકતીનું અનાવરણ કરીને તમામ નવનિર્મિત બાંધકામોને જેલ પ્રશાસન માટે ખુલ્લા મૂક્યા હતા. આ નવનિર્માણમાં જેલ પરિવાર…
Read Moreજૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ, સામાજિક વનીકરણ રેન્જ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી તારીખ ૨૨/૦૮/૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી. જેમાં ઉર્જા રાજ્ય મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ શહેર ખાતે સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વૃક્ષ અને માનવ વચ્ચે અનેરો સંબંધ રહેલો છે. બાળકના જન્મથી તેને લાકડાના ઘોડિયા, લાકડાના રમકડાં આપવામાં આવે છે. તો જીવનના અંતિમ પડાવ સુધી લાકડી…
Read Moreવન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં વન વિભાગને સંલગ્ન પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તથા ઊર્જા રાજ્યમંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના વન વિભાગ સંલગ્ન વિવિધ પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ બેઠકમાં ખાસ કરીને હસનાપુર અને વિલિંગ્ડન ડેમમાં જળાશયોમાંથી કાંપ દૂર કરી સંગ્રહ ક્ષમતા વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ વન વિભાગ તથા મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જળસંગ્રહ ક્ષમતા વધારવી એ માત્ર પાણીની…
Read More