હિન્દ ન્યુઝ, જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં સડક સુરક્ષા મિત્ર પ્રોગામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ સલામતી અન્વયે ૨૦૨૫ના બ્લેક સ્પોટસના નિવારણ માટે સબંધિત વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. મોગલધામ મંદિરે ફુટ ઓવરબ્રિજ બનાવવા માટેની પ્રગતિ અંગે નેશનલ હાઈવેના અધિકારીએ વિગતો આપી હતી. આગામી સમયમાં GSRTC ના ડ્રાઈવરોને એક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવનાર હોવાની વિગતો બારડોલી આરટીઓ અધિકારીએ આપી હતી.…
Read MoreDay: July 29, 2026
દાહોદ ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) ની રીવ્યુ બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA),દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ તથા નાયબ નિયામક, વડોદરા ઝોન સુ નેહા કંથારિયાના સંયુક્ત અધ્યક્ષસ્થાને ICDS ની રીવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડોદરા ઝોનના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી જ્યોતિકાબેન,ઝોન પૂર્ણા કન્સલ્ટન્ટ તેમજ દાહોદ જિલ્લાના તમામ ઘટકોના CDPO, મુખ્ય સેવિકા, BNM, NNM, PSE સ્ટાફ તથા આંકડા મદદનીશ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ.સુધીર જોશીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું સ્વાગત કરી બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. બેઠક દરમિયાન પોષણ સંગમ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, પૂર્ણા યોજના સહિત ICDS હેઠળ…
Read Moreરાચરડા PHC ટીમ દ્વારા નાંદોલી ગામે સ્થળ મુલાકાત લેવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ચોમાસાની ઋતુમાં રોગચાળો અટકાવવા અને જનઆરોગ્યની જાળવણી માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કલોલ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ રાચરડા PHC ટીમ દ્વારા નાંદોલી ગામે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ક્લોરીનેશન, પોરાનાશક કામગીરી, ક્લોરીન ગોળી અને ORS ના વિતરણ સાથે ભરાયેલા પાણીમાં ઓઇલ બોમ્બ મૂકવાની કામગીરી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયત સાથે સંકલન સાધીને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાનું સુઆયોજિત આયોજન કરાયું છે.
Read Moreસરકારી આયુર્વેદ હોસ્પિટલ, દેવગઢ બારીયા ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે યોગ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ,ખાતે તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો માટે એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં તાલુકાની આશરે ૫૦થી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.શિબિર દરમિયાન બહેનોને શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગ, પ્રાણાયામ તેમજ આયુર્વેદ મુજબ નિરોગી રહેવા માટેની ‘ઋતુચર્યા’વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દેવગઢ બારીયાના વૈદ્ય પંચકર્મ વૈદ્ય પિયુષ એન.શાહ તથા યોગ નિષ્ણાંત અજીતસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત તમામ બહેનોને રોજિંદા જીવનમાં યોગ અને…
Read Moreબોટાદના રાણપુરમાં “હિન્દ રક્ષક સંઘ”ની મોટી સફળતા!
“લવ જેહાદ” નાં સકંજામાંથી હિન્દુ યુવતીની ઘર વાપસી! હિન્દ ન્યુઝ. કાલાવડ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે “લવ જેહાદ” નો કિસ્સો બનવા પામ્યો હતો. હિન્દુ યુવતીને વિધર્મી દ્વારા “લવ જેહાદ” ની જાળમાં ફસાવીને લગ્નની નોંધણી સુધી પહોંચાડી દેવામાં આવી હતી. જોકે યુવતીની માતાએ હિંમત દાખવી સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી મદદની અપીલ કરી હતી, વિડીયો વાયરલ થતા જ હિન્દુ સંગઠનો અને સનાતનીઓ રાણપુર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને યોગ્ય રજૂઆત કરતા રાણપુર પોલીસ હરકતમાં આવી. યુવતીને હેમખેમ શોધીને વાલીને સોંપવામાં આવી હતી, પરંતુ વાલીનો સંઘર્ષ…
Read Moreરાજ્યના સર્વાંગી વિકાસ, સુખ-સમૃદ્ધિ-શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી; સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રીએ ગુરુ તત્ત્વના મહત્ત્વને યાદ કરાવતા જણાવ્યું હતું કે, ગુરુની કૃપા અને આશીર્વાદથી જ જીવનમાં સાચો માર્ગ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મેશ્વો નદીના કિનારે સ્થિત આ પ્રાચીન વૈષ્ણવ તીર્થમાં ભગવાન વિષ્ણુના ગદાધર સ્વરૂપ શામળાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ પરંપરામાં ગુરુપૂર્ણિમા એ ગુરુ તત્ત્વને સમર્પિત પવિત્ર તહેવાર છે. ભગવાન શામળાજીને અનેક ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુ તરીકે પૂજે છે. આ દિવસે ભગવાનના દર્શન કરવાથી…
Read Moreનવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે ‘ગુરુ પૂર્ણિમા’ની કરાઈ ઉજવણી
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે આચાર્યશ્રી ડૉ.બી.આર.બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલના માર્ગદર્શન હેઠળ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આરંભે કૉલેજના આચાર્યશ્રી ડૉ.બી.આર.બોદરએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધીની શિક્ષણ પરંપરામાં જ્ઞાનનું પદ્ધતિસર સિંચન માટે ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. ગુરુના આચરણમાંથી વિદ્યાર્થીઓ પ્રામાણિકતા,પરિશ્રમ જેવા ગુણો કેળવવા જોઈએ. સમાજને જ્ઞાન વડે પ્રકાશિત કરવા ગુરુ-શિષ્યની પરંપરાનો સૌએ આદર કરવો જોઈએ. ટેક્નોલોજીના સમયમાં…
Read Moreડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘમાળ ગામ પશુપાલન ક્ષેત્રે અગ્રેસર
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં વસતા નાગરિકો, ખેડૂતો અને પશુપાલકોની આર્થિક ઉન્નતિ થાય તે માટે જિલ્લામાં સહકારી મંડળીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ત્યારે આવી જ એક વઘઇ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘમાળ ગામની શ્રી મહિલા સંચાલીત દૂધ ઉદ્પાદક સહકારી મંડળીએ ગામમાં આર્થિક સધ્ધરતાં લાવી છે. વર્ષ ૨૦૦૬ થી શરૂ થયેલ વાઘમાળ ગામની આ દૂધ મંડળીમાં હાલમાં ૭૭ પશુપાલકો સભાસદો ગામમાં દૂધ મંડળી ચલાવી રહ્યાં છે. ગામના આશરે ૮૦ થી ૯૦ ટકા લોકો દૂધ મંડળી સાથે જોડાઇ પશુપાલનનનો વ્યવસાય કરી રહ્યાં છે. છેલ્લાં ૨૦…
Read Moreભારે વરસાદ બાદ વધુ અસરગ્રસ્ત એવા સુરત જિલ્લાના ૪૩ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન આરોગ્યલક્ષી સેવાઓ અને સર્વેલન્સ કામગીરી અવિરત
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં વરસાદી વિરામ બાદ સંભવિત રોગચાળો અટકાવવા અને જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી કરાઈ રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા જિલ્લાના ઓલપાડ, સેવણી, તેન, કાંકરિયા, હળદવા, લુવારા, લીંબાડા, માસમા, સરોલી, બગુમરા, બારડોલી સહિતના કુલ ૪૩ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જઈ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં…
Read Moreસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણી-૨૦૨૬: શ્રમયોગીઓ અને કર્મચારીઓને મતદાન માટે ખાસ રજા આપવા સૂચના
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૨૮/૦૭/૨૦૨૬, મંગળવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં દેવગઢ બારીઆ નગરપાલિકાની ચૂંટણી પણ સમાવિષ્ટ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં દાહોદ જિલ્લામાં કામ કરતા સ્થાનિક કામદારો તેમજ દાહોદ ખાતે નોકરી કે ધંધા અર્થે વસવાટ કરતા અને અન્ય જિલ્લાના મતદાર હોય તેવા કર્મચારીઓ પોતાનો મતાધિકાર મુક્તપણે વાપરી શકે તે હેતુથી ખાસ રજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તેમજ સંબંધિત નિયમો હેઠળ દાહોદ જિલ્લા વિસ્તારમાં આવેલી તમામ: * સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેંકો * રાજ્ય તથા…
Read More