હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી; સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
મુખ્યમંત્રીએ ગુરુ તત્ત્વના મહત્ત્વને યાદ કરાવતા જણાવ્યું હતું કે, ગુરુની કૃપા અને આશીર્વાદથી જ જીવનમાં સાચો માર્ગ મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મેશ્વો નદીના કિનારે સ્થિત આ પ્રાચીન વૈષ્ણવ તીર્થમાં ભગવાન વિષ્ણુના ગદાધર સ્વરૂપ શામળાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ પરંપરામાં ગુરુપૂર્ણિમા એ ગુરુ તત્ત્વને સમર્પિત પવિત્ર તહેવાર છે. ભગવાન શામળાજીને અનેક ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુ તરીકે પૂજે છે. આ દિવસે ભગવાનના દર્શન કરવાથી ભક્તોને વિશેષ પુણ્ય અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.
